News Continuous Bureau | Mumbai
Bharat Nyay Jodo Yatra : કોંગ્રેસ ( Congress ) નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’, જે આગામી 14 જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થવાની છે, તે દેશના સામાજિક, રાજકીય અને આર્થિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગેએ ( mallikarjun kharge ) આજે એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી છે. તેમણે ભારત જોડો ન્યાય યાત્રાનો લોગો અને ટેગલાઈન ‘ન્યાય કા હક મિલને તક’ ( Nyay Ka Haq Milne Tak ) પણ લોન્ચ કરી.
અન્યાય અને અહંકાર વિરુદ્ધ ન્યાયના આહ્વાન સાથે – રાહુલ ગાંધી
हम फिर आ रहे हैं अपनों के बीच,
अन्याय और अहंकार के विरुद्ध – ‘न्याय की ललकार’ लेकर।
सत्य के इस पथ पर मेरी शपथ है, यात्रा जारी रहेगी, न्याय का हक़, मिलने तक।#BharatJodoNyayYatra pic.twitter.com/BB1owjC37v
— Rahul Gandhi (@RahulGandhi) January 6, 2024
દરમિયાન રાહુલ ગાંધીએ પોતાના એક્સ હેન્ડલ પર યાત્રાના લોગો અને ટેગલાઈન સાથેનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ પોસ્ટના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, અમે ફરીથી અમારા જ લોકોની વચ્ચે આવી રહ્યા છીએ, અન્યાય અને અહંકાર વિરુદ્ધ – ન્યાયના આહ્વાન સાથે. હું આ સત્યના માર્ગ પર શપથ લઉં છું, જ્યાં સુધી મને ન્યાયનો ( justice ) અધિકાર નહીં મળે ત્યાં સુધી યાત્રા ચાલુ રહેશે. મહત્વનું છે કે રાહુલ ગાંધીની ( Rahul Gandhi ) ભારત જોડો ન્યાય યાત્રા 67 દિવસમાં 6700 કિલોમીટરથી વધુનું અંતર કાપશે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘અમે 14 જાન્યુઆરીથી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છીએ. રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ યાત્રા મણિપુરના ઈમ્ફાલથી શરૂ થશે અને દેશના 15 રાજ્યોમાંથી પસાર થઈને મુંબઈમાં સમાપ્ત થશે. આ યાત્રા 110 જિલ્લાઓ, 100 લોકસભા બેઠકો અને 337 વિધાનસભા બેઠકોને આવરી લેશે. હવે આ યાત્રાના રૂટમાં અરુણાચલ પ્રદેશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Dawood Ibrahim : દાઉદ ઇબ્રાહિમની પ્રૉપર્ટીની થઇ હરાજી!15 હજારવાળી સંપત્તિ અધધ 2 કરોડમાં વેચાઈ, હવે અહીં બનશે સનાતની સ્કૂલ, જાણો કોણે ખરીદી..
7 સપ્ટેમ્બરના રોજ કન્યાકુમારીથી શરૂ થઈ હતી ‘ભારત જોડો યાત્રા’
અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે દાવો કર્યો હતો કે ભારત જોડો ન્યાય યાત્રા રાજનીતિ માટે એટલી જ પરિવર્તનકારી સાબિત થશે જેટલી રાહુલ ગાંધીની કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ‘ભારત જોડો યાત્રા’. ઉલ્લેખનીય છે કે ભારત જોડો યાત્રા ગયા વર્ષે 7 સપ્ટેમ્બરના રોજ કન્યાકુમારીથી શરૂ થઈ હતી અને તે 30 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના લાલ ચોકમાં પૂરી થઈ હતી. આ યાત્રા 12 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં પહોંચી અને આ દરમિયાન રાહુલ ગાંધીએ 4000 કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું.
