News Continuous Bureau | Mumbai
Bharat Jodo Yatra 2: કોંગ્રેસ (Congress) પાર્ટી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી અને આગામી વર્ષ એટલે કે 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) જીતવા માટે સખત પ્રયાસ કરી રહી છે. આ પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ 7 સપ્ટેમ્બર 2022ના રોજ કન્યાકુમારી થી યાત્રા શરૂ કરી હતી, જે 30 જાન્યુઆરી 2023ના રોજ કાશ્મીરમાં સમાપ્ત થઈ હતી. તેનો ફાયદો પાર્ટીને કર્ણાટક ચૂંટણીમાં મળ્યો હતો. હવે એવા અહેવાલ છે કે રાહુલ ગાંધી ટૂંક સમયમાં ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો શરૂ કરી શકે છે.
કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિધાનસભા ચૂંટણી બાદ રાહુલ ગાંધી (Rahul Gandhi) તેમની ભારત જોડો યાત્રાના બીજા તબક્કાની શરૂઆત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો ડિસેમ્બર (December) થી ફેબ્રુઆરી 2024 વચ્ચે યોજવામાં આવી શકે છે. આ પહેલા મધ્યપ્રદેશ (Madhya prades) માં વિધાનસભા ચૂંટણીને (Assembly election) ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધી 13 નવેમ્બરે ભોપાલમાં પદયાત્રા કરશે. હાલ રાહુલ ગાંધી ત્રણ દિવસના પ્રવાસે ઉત્તરાખંડ (Uttarakhand) માં છે જ્યાં તેમણે બાબા કેદારનાથના દર્શન કર્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Diwali Bonus: દિવાળી પહેલા આ રાજ્યના સરકારી કર્મચારીઓ માટે આવી ખુશખબર, રૂ. 7 હજારનું મળશે દિવાળી બોનસ!
મધ્યપ્રદેશમાં રાહુલ ગાંધીના સ્ફોટક કાર્યક્રમો
જો આપણે વિધાનસભા ચૂંટણી પ્રચારને લઈને રાહુલ ગાંધીના આગામી કાર્યક્રમોની વાત કરીએ તો આવતીકાલે એટલે કે બુધવારે (8 નવેમ્બર) તેઓ છત્તીસગઢના અંબિકાપુરમાં હશે. આ પછી 9 નવેમ્બરે મધ્યપ્રદેશના જબલપુર, 10 નવેમ્બરે સતના અને 13 નવેમ્બરે ભોપાલમાં કાર્યક્રમ છે.
શું આ વખતની યાત્રા અગાઉની ભારત જોડો યાત્રા કરતા અલગ હશે?
આ પહેલા રાહુલ ગાંધીએ 7 સપ્ટેમ્બર 2022ના રોજ કન્યાકુમારીથી ભારત જોડો યાત્રા શરૂ કરી હતી અને 30 જાન્યુઆરી 2023ના રોજ જમ્મુ-કાશ્મીરથી તેનું સમાપન કર્યું હતું. ભારત જોડો યાત્રા 2.0 આ વર્ષે ડિસેમ્બર મહિનાથી શરૂ થઈ શકે છે અને આવતા વર્ષે ફેબ્રુઆરી સુધી ચાલશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ યાત્રા અગાઉની યાત્રા કરતા અલગ હશે. ગત વખતે રાહુલ ગાંધીએ પગપાળા યાત્રા કરી હતી, જ્યારે આ વખતે યાત્રા ક્યાંક પગપાળા તો ક્યાંક વાહનો દ્વારા પૂર્ણ થશે.