News Continuous Bureau | Mumbai
હાલ રાહુલ ગાંધી (Rahul Gandhi) ભારત જોડો યાત્રા (bharat Jodo Yatra) પર છે. આ દરમિયાન રાહુલ ગાંધી ના અલગ અલગ અવતાર જોવા મળી રહ્યાં છે. દક્ષિણ ભારતમાં તેઓ બાળકો સાથે ફૂટબોલ અને ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા. મહારાષ્ટ્રમાં અનેક દીન દુખિયારી મહિલાઓને ઘળે ભેટતા જોવા મળ્યા હતા. હવે તેમનો અદ્વિતીય અદ્વૈત અવતાર દેખાયો છે. હાલ તેઓ મધ્યપ્રદેશમાં છે અને અહીં તેમણે ઓમકારેશ્વર મંદિરમાં આરતી ઉતારી.

રાહુલ ગાંધીએ કેવા કપડાં પહેર્યા છે?
રાહુલ ગાંધી જાણે કે ધાર્મિક રીતે મગ્ન થઈ ગયા હોય તેમ તેમણે માથા પર ધાર્મિક ટોપી પહેરી લીધી છે.

દાઢી અને મૂછ વધી ગઈ છે. તેમજ ભગવાન અને ભગવા રંગની શાલ ઓઢી લીધી છે. આ ઉપરાંત તેઓ મંદિરમાં આંખો બંધ કરીને ઈશ્વરને યાદ કરતા દેખાય છે.

કોંગ્રેસ પાર્ટીએ ભૂતકાળમાં હિંદુ ધર્મ માટે શું કહ્યું હતું?
જોકે રાહુલ ગાંધી નો અત્યાર નો અવતાર અને કોંગ્રેસ પાર્ટી નો ભૂતકાળ તેની વચ્ચે કોઇ જાતનો મેળ નથી. રાહુલ ગાંધી ની પાર્ટી કોંગ્રેસે (Congress) સુપ્રીમ કોર્ટમાં એફીડેવીટ દાખલ કરી હતી કે ભગવાન શ્રીરામ કાલ્પનિક પાત્ર છે. આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે સાર્વજનિક રીતે કહ્યું હતું કે ભારત દેશની સંપદા પર સૌથી પહેલો અધિકાર મુસલમાનો નો છે.
હવે કોઈ એમ જણાવે કે રાહુલ ગાંધીના આ અવતાર પર કોણ વિશ્વાસ કરશે?