Site icon

Bharat Tex-2024: PM નરેન્દ્ર મોદી આજે ભારત ટેક્સ 2024નું કરશે ઉદ્ઘાટન..

Bharat Tex-2024: ચાર દિવસની ઇવેન્ટમાં 65થી વધુ જ્ઞાન સત્રો દર્શાવવામાં આવશે, જેમાં 100થી વધુ વૈશ્વિક પેનલિસ્ટ્સ આ ક્ષેત્રને સંબંધિત વિવિધ મુદ્દાઓની ચર્ચા કરશે. તેમાં સ્થિરતા અને સર્ક્યુલરિટી પર સમર્પિત પેવેલિયન, 'ઇન્ડી હાટ', ઇન્ડિયન ટેક્સટાઇલ્સ હેરિટેજ, સસ્ટેઇનેબિલિટી અને ગ્લોબલ ડિઝાઇન્સ જેવી વિવિધ થીમ્સ પર ફેશન પ્રેઝન્ટેશન તેમજ ઇન્ટરેક્ટિવ ફેબ્રિક ટેસ્ટિંગ ઝોન અને પ્રોડક્ટ ડેમોન્સ્ટ્રેશન પણ હશે.

Bharat Tex-2024 PM Modi To Launch 'Largest-Ever' Global Textiles Event Today In Delhi

Bharat Tex-2024 PM Modi To Launch 'Largest-Ever' Global Textiles Event Today In Delhi

News Continuous Bureau | Mumbai

Bharat Tex-2024

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 ફેબ્રુઆરીનાં રોજ સવારે 10:30 કલાકે નવી દિલ્હીનાં ભારત મંડપમ ( Bharat Mandapam ) ખાતે દેશમાં આયોજિત થનાર સૌથી મોટા વૈશ્વિક ટેક્સટાઇલ ( Textiles ) કાર્યક્રમોમાંનો એક ભારત ટેક્સ 2024નું ઉદઘાટન કરશે.

ભારત ટેક્સ 2024નું આયોજન 26-29 ફેબ્રુઆરી, 2024 દરમિયાન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીના 5F વિઝનમાંથી પ્રેરણા લઈને આ કાર્યક્રમમાં ફાઇબર, ફેબ્રિક અને ફેશન ફોકસ મારફતે યુનિફાઈડ ફાર્મથી લઈને ફોરેન સુધીનો સમાવેશ થાય છે, જે સમગ્ર ટેક્સટાઇલ્સ વેલ્યુ ચેઇનને આવરી લે છે. તે ટેક્સટાઇલ ક્ષેત્રમાં ભારતની કુશળતા પ્રદર્શિત કરશે અને વૈશ્વિક ટેક્સટાઇલ પાવરહાઉસ તરીકે ભારતની સ્થિતિને પ્રતિપાદિત કરશે.

11 ટેક્સટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના કન્સોર્ટિયમ દ્વારા આયોજિત અને સરકાર દ્વારા સમર્થિત, ભારત ટેક્સ 2024 વેપાર અને રોકાણના બે સ્તંભો પર બનાવવામાં આવ્યું છે, જેમાં ટકાઉપણું પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ચાર દિવસની ઇવેન્ટમાં 65થી વધુ જ્ઞાન સત્રો દર્શાવવામાં આવશે, જેમાં 100થી વધુ વૈશ્વિક પેનલિસ્ટ્સ આ ક્ષેત્રને સંબંધિત વિવિધ મુદ્દાઓની ચર્ચા કરશે. તેમાં સ્થિરતા અને સર્ક્યુલરિટી પર સમર્પિત પેવેલિયન, ‘ઇન્ડી હાટ’, ઇન્ડિયન ટેક્સટાઇલ્સ હેરિટેજ, સસ્ટેઇનેબિલિટી અને ગ્લોબલ ડિઝાઇન્સ જેવી વિવિધ થીમ્સ પર ફેશન પ્રેઝન્ટેશન તેમજ ઇન્ટરેક્ટિવ ફેબ્રિક ટેસ્ટિંગ ઝોન અને પ્રોડક્ટ ડેમોન્સ્ટ્રેશન પણ હશે.

આ સમાચાર પણ વાંચો : Russia-Ukraine War: રશિયા સાથેના યુદ્ધમાં યુક્રેનના આટલા હજાર સૈનિકોએ ગુમાવ્યો જીવ, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પહેલી વાર જારી કર્યા આંકડા..

ભારત ટેક્સ 2024માં ટેક્સટાઇલના વિદ્યાર્થીઓ, વણકરો, કારીગરો અને ટેક્સટાઇલ કામદારો ઉપરાંત નીતિનિર્માતાઓ અને વૈશ્વિક સીઇઓ, 3,500થી વધુ એક્ઝિબિટર્સ, 100થી વધુ દેશોના 3,000થી વધુ ખરીદદારો અને 40,000થી વધુ બિઝનેસ વિઝિટર્સની ભાગીદારી જોવા મળશે તેવી અપેક્ષા છે. આ કાર્યક્રમ દરમિયાન 50થી વધારે જાહેરાતો અને એમઓયુ પર હસ્તાક્ષર થવાની અપેક્ષા સાથે, ટેક્સટાઇલ ક્ષેત્રમાં રોકાણ અને વેપારને વધુ વેગ આપવા અને નિકાસને વેગ આપવા માટે મદદ રૂપ થવાની કલ્પના કરવામાં આવી છે. પ્રધાનમંત્રીના ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વિકસિત ભારત’ના વિઝનને આગળ ધપાવવા માટેનું આ વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું હશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Nitin Nabin BJP President: નિતિન નબીન બન્યા ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ; બિહારના કદાવર નેતા સામે સંગઠન મજબૂત કરવાના આ છે મુખ્ય પડકારો.
Karnataka DGP K Ramachandra Rao Suspended: DGP રામચંદ્ર રાવના અશ્લીલ વીડિયોથી કર્ણાટકમાં ખળભળાટ! ઓફિસમાં જ ‘રંગરેલિયા’ મનાવતા ટોપ કોપ સસ્પેન્ડ; જાણો શું છે આખો વિવાદ
Salarimala Gold Theft Case: સબરીમાલા મંદિરની પવિત્રતાને કલંક? સોનાની ચોરી મામલે ED એક્શનમાં, મુખ્ય પૂજારી સકંજામાં; કરોડોના કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતા
Earthquake: દિલ્હીમાં ભૂકંપના આંચકાથી ફફડાટ: સવારે 8:44 વાગ્યે ધ્રૂજી ઉઠી રાજધાની; જાણો ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version