News Continuous Bureau | Mumbai
BharatPe: Fintech unicorn BharatPe ને કોર્પોરેટ અફેર્સ મંત્રાલય ( MCA ) તરફથી નોટિસ મળી છે . કંપની દ્વારા આ નોટિસ ( Notice ) સંસ્થાપક અશ્નીર ગ્રોવર સામે શરૂ કરાયેલી કાનૂની કાર્યવાહીમાં વધુ માહિતી મેળવવા માટે મોકલવામાં આવી છે. સૂત્રોને ટાંકીને પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્રીય મંત્રાલયે ભારતપે અશ્નીર ગ્રોવર ( Ashneer Grover ) વિરુદ્ધ તમામ પુરાવા માંગ્યા છે. જે કંપનીએ સિવિલ અને ફોજદારી કેસમાં કોર્ટમાં દાખલ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, આ મામલો લગભગ બે વર્ષથી ચાલી રહ્યો છે.
ફિનટેક કંપની ( Fintech Company ) BharatPeએ આ અંગે એક નિવેદન જાહેર કર્યું છે. કંપનીનું કહેવું છે કે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ ( ROC ) એ એક પત્ર મોકલ્યો છે. જેમાં કેટલીક વધારાની માહિતી માંગવામાં આવી છે. માંગવામાં આવેલી માહિતી એ ચાલુ તપાસનો એક ભાગ છે. જે આંતરિક ગવર્નન્સ સમીક્ષા બાદ શરૂ કરવામાં આવી હતી અને જે કંપનીએ તેના ઓડિટેડ પરિણામોમાં જાહેર કરી હતી. કંપનીનું કહેવું છે કે તે સત્તાવાળાઓને દરેક સંભવિત રીતે સહયોગ કરી રહી છે.
શું છે આ સંપુર્ણ મુદ્દો..
ભારત પે નામની ચાર વર્ષ જૂની કંપની 2022ની શરૂઆતમાં વિવાદોમાં ફસાઈ હતી. તે સમયે, તેના સ્થાપક પર અયોગ્ય ભાષાનો ઉપયોગ કરવાનો અને કોટક ગ્રૂપના કર્મચારીને નાયકા IPOમાં ફાળવણી ન મળવા પર તેને ધમકી આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ વિવાદ પછી, અશ્નીર ગ્રોવરે BharatPe ના મેનેજિંગ ફાઉન્ડર (MD) ના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. પરંતુ કંપનીએ તેમના નેતૃત્વ હેઠળ થયેલી નાણાકીય વ્યવહારનું ફોરેન્સિક ઓડિટ ( Forensic audit ) શરૂ કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics: અસલી NCP અજીત પવાર જૂથ છે.. ચૂંટણી પંચના આ ચૂકાદામાં આવ્યો મોટો વળાંક.. આટલા ધારાસભ્યોએ બંને જુથની તરફેણમાં .. જાણો હવે આગળ શું
આ મામલામાં બાદમાં કંપનીએ અશ્નીર ગ્રોવર સામે સિવિલ કેસ ( Civil case ) દાખલ કર્યો હતો. આમાં નકલી બિલ અને વ્યક્તિગત ઉપયોગ માટે કંપનીના ભંડોળના દુરુપયોગનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કપટપૂર્ણ વ્યવહારો અને નકલી વિક્રેતાઓના આરોપો સિવાય, કંપનીએ તેના મુકદ્દમામાં આરોપ મૂક્યો હતો કે Ashneer Groverએ BharatPeની ટેક્નોલોજી અથવા કોન્સેપ્ટમાં કંઈપણ યોગદાન આપ્યું નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે અશ્નીર ગ્રોવરનું કંપની સાથે જોડાણ 2018 માં શરૂ થયું હતું અને તે સમયે તેણે 31,920 રૂપિયાનું ‘સાધારણ’ રોકાણ કર્યું હતું, જેના માટે તેને 3,192 શેર મળ્યા હતા.