ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 17 ડિસેમ્બર 2021
શુક્રવાર.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે વધુ એક આંતરરાષ્ટ્રીય નાગરિક સન્માન જોડાઇ ગયો છે.
પાડોશી દેશ ભૂતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોતાના સર્વોચ્ય નાગરિક પુરસ્કાર વડે સન્માન કર્યું છે.
ભૂતાને મિત્રતા અને આંતરિક સહયોગ માટે વડાપ્રધાન મોદીને આ પુરસ્કાર આપ્યો છે.
ભૂતાનના પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે.
દેશના સૌથી મોટા નાગરિક સન્માનથી પીએમ મોદીને સન્માનિત કરવાના નિર્ણયથી અમે ખૂબ જ ખુશ છીએ. કોરોના મહામારી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતાનને જે સહયોગ તેમ જ સમર્થન આપ્યું છે, તે અજોડ છે. તમે આ સન્માનના હકદાર છો. ભૂતાનના લોકો તરફથી તમને વધામણી.
ઉલ્લેખનીય છે કે આ પહેલી વખત નથી બન્યું જ્યારે કોઈ દેશે વડાપ્રધાનને પોતાનું સર્વોચ્ય નાગરિક સન્માન એનાયત કર્યું હોય. અગાઉ પણ યુએઈ, માલદીવ્સ અને રશિયા જેવા દેશે તેમને સન્માનિત કર્યા છે.