ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
26 જુન 2020
ભારત ભૂતાન સીમા સાથે જોડાયેલા 25 ગામોમાં ખેડૂતોને પાણી આપવાનું ભુતાને બંધ કર્યું છે. ચીનના દબાણમાં આવી આસામ નજીક ભૂતાને સિંચાઇ માટેનું પાણી છોડવાનું બંધ કર્યું છે. જેના કારણે હજારો ખેડૂતો પર જળ સંકટ આવી પડયું છે. આસામ-ભૂતાન સીમા નજીકના ખેડૂતોનું કહેવું છે કે આ રીતે સિઝનમાં પાણી બંધ થવાથી તેઓને લાખો રૂપિયાનું નુકસાન થશે. આથી ભૂતાન સામે વિરોધ પ્રદર્શન પણ તેઓએ કર્યા હતા.
નોંધનીય છે કે આ ક્ષેત્રમાં ભારતના ખેડૂતો સિંચાઈ પ્રણાલીનો ઉપયોગ કરી વર્ષ 1953 થી ખેતીવાડી કરી રહ્યા છે.
આ સંદર્ભે ભૂતાનની નબળી દલીલ છે કે, ચીનથી ફેલાયેલા કોરોના સંક્રમણ ને પાણી દ્વારા વધુ ફેલાતું રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. બીજી બાજુ આસામની બોર્ડર નજીકના સ્થાનિક લોકોનું કહેવું છે કે વૈશ્વિક મહામારી ના સંક્રમણથી બચવા માટે નહેરના પાણી ને રોકવાની કોઈ જરૂર નથી. કારણ કે સરકાર અને સ્થાનિક લોકો દ્વારા તમામ ગાઈડલાઈન નું પાલન કરવામાં આવી રહ્યું છે. આમ પાડોશી દેશ ચીન, પાકિસ્તાન અને નેપાળ બાદ હવે ભૂતાન પણ ભારત સામે લાલ આંખો કાઢી કહ્યું છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com