News Continuous Bureau | Mumbai
Bhuvneshwar: ભુવનેશ્વર (Bhuvneshwar) ઓડિશા (odisha) મહિલા આયોગે (Women’s Commission) વાહનવ્યવહાર વિભાગ (Department of Transport) ને તેના બસ ઓપરેટરોને પેસેન્જર તરીકે આવતી દરેક મહિલાને બસમાં ચઢવા દેવાનો નિર્દેશ આપવા જણાવ્યું છે. પંચે આ આદેશ ત્યારે આપ્યો જ્યારે સોનપુરના સામાજિક કાર્યકર્તા (Social worker from Sonpur) ઘાસીરામ પાંડાએ આ અંધશ્રદ્ધા વિરુદ્ધ આયોગને ફરિયાદ કરી.
ઓડિશા ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ હેઠળના બસ કર્મચારીઓ પ્રથમ પેસેન્જર તરીકે મહિલાને અશુભ માને છે. તેથી તેઓ તેમને બસમાં ચઢતા અટકાવે છે. આવી મહિલા મુસાફરે (Female passenger) પુરૂષ મુસાફર બસમાં બેસે ત્યાં સુધી રાહ જોવી પડે છે. આયોગે પરિવહન વિભાગને આપેલા આદેશમાં કહ્યું છે કે જો કોઈ મહિલા પ્રથમ પેસેન્જર હોય તો બસ અકસ્માતનો ભોગ બને છે અથવા દિવસભરમાં બસની કમાણી કરશે નહીં તેવું માનવું સંપૂર્ણપણે ખોટું અને ભેદભાવપૂર્ણ છે.
અરજદારે આ ઘટના પોતાની આંખે જોઈ હતી સોનપુરના કાર્યકર્તા ઘસીરામ પાંડાના જણાવ્યા અનુસાર, તેમની સામે, ભુવનેશ્વરના બારામુંડા બસ સ્ટેન્ડ પર પ્રથમ મુસાફર તરીકે એક મહિલા મુસાફરને બસમાં ચઢતા અટકાવવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : Nanded Rain: નાંદેડ જિલ્લામાં પૂરની સ્થિતિ….378 જેટલા નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા … જાણો હાલ શું સ્થિતિ છે…
કમિશને વિભાગને લખેલા પત્રમાં
વાહનવ્યવહાર કમિશનર અમિતાભ ઠાકુરને લખેલા પત્રમાં પંચે કહ્યું છે કે આવી ઘટનાઓ અગાઉ પણ અમારી જાણમાં આવી છે. તેથી મહિલા મુસાફરોને અગવડતામાંથી બચાવવા અને તેમની ગરિમા બચાવવા માટે સરકારી અને ખાનગી બસોમાં મહિલાઓને પ્રથમ મુસાફર તરીકે બેસવાની અનુમતી આપવામાં આવે અને મહિલા મુસાફરો માટે 50% બેઠકો અનામત રાખવાની મંજૂરી આપવાનું પણ સૂચન કર્યું હતું કમિશને સુચન કરવામાં આવ્યુ છે.
વાહનવ્યવહાર વિભાગે કહ્યું- કર્મચારીઓને સંવેદનશીલ બનવા માટે કહેવામાં આવશે. પરિવહન અધિકારીએ કમિશનને ખાતરી આપી છે કે તેઓ વિભાગ બસ માલિકોને તેમના કર્મચારીઓને સંવેદનશીલ બનાવવા માટે કહેશે. મહિલાઓ સાથે ભેદભાવ કરવો એ ખોટું છે. મહિલાઓને પણ પ્રથમ પ્રાથમિકતા મળવી જ જોઈએ.