News Continuous Bureau | Mumbai
Big Action By ED: દેશમાં એક ચોંકવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે. જેમાં દેશમાંથી ચીનમાં ( China ) તસ્કરી કરાતા માનવ વાળની દાણચોરીનું મોટું રેકેટ બહાર આવ્યું છે. અત્યાર સુધી આપણે સોના, ચાંદી અને હીરાની દાણચોરી વિશે જ સાંભળ્યું છે. પરંતુ હવે માનવ વાળ તસ્કરીના મોટા રેકેટનો ( Human hair smuggling ) પણ પર્દાફાશ થયો છે. EDએ આ મામલામાં મોટી કાર્યવાહી કરતા 11,793 કરોડ રૂપિયાના માનવ વાળ તસ્કરીના રેકેટનો ( smuggling racket ) પર્દાફાશ કર્યો છે. આમાં કથિત રીતે મની લોન્ડરીંગ હોવાનો મામલો સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, EDએ દરોડામાં ( ED raid ) 1.21 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ જપ્ત કરી હતી. આ સિવાય 100 થી વધુ બેંક ખાતાઓમાં 7.85 કરોડ રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા હતા. કથિત ગેરકાયદેસર સ્ત્રોતોમાંથી જનરેટ થતી રોકડ એકથી વધુ ખાતાઓ દ્વારા એકત્રિત અને રૂટ કરવામાં આવે છે. જેમાં અનેક આરોપીઓ અને શંકાસ્પદ કંપનીઓના બેંક ખાતા સામેલ છે, જે માનવ વાળ તસ્કરી સાથે જોડાયેલા છે. રૂ. 11,793 કરોડમાંથી રૂ. 2,491 કરોડ રોકડ ( 21%થી વધુ ) શંકાસ્પદ ખાતાઓમાં જમા કરવામાં આવ્યા હતા. આ કેસમાં અગાઉ EDએ ફેબ્રુઆરી 2022માં દેશભરમાં દરોડા પાડ્યા હતા. જેમાં મ્યાનમારમાંથી વાળ એક્સપોર્ટ રેકેટનો પર્દાફાશ થયો હતો.
આ રેકેટનો વાર્ષિક ટર્નઓવર 8 હજાર કરોડ રૂપિયા છે..
મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યા પછી, ED એ 2021 માં હૈદરાબાદમાં ( Hyderabad ) સ્થિત નાયલા ફેમિલી એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ સામે કથિત રૂપે બેનામી ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ (I.E.C.) ઢોંગ અને બનાવટીનો ઉપયોગ કરવા બદલ કેસ નોંધ્યો હતો. જે બાદ હૈદરાબાદ એરપોર્ટ પરથી મ્યાનમાર, બાંગ્લાદેશ, વિયેતનામ અને ચીનમાં વાળની દાણચોરી થઈ રહી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Amit Shah Speech: અમિત શાહનો શરદ પવાર પર જોરદાર પ્રહાર, વંશવાદનો ઉલ્લેખ કરતા કહ્યું. મહારાષ્ટ્રે 50 વર્ષથી તમારો બોજ સહન કરી રહ્યું છે…
મિડીયા રિપોર્ટ મુજબ, હૈદરાબાદ એરપોર્ટથી જમીન માર્ગો અને મિઝોરમ મારફતે મ્યાનમાર, બાંગ્લાદેશ, વિયેતનામ અને ચીનમાં વાળની દાણચોરી કરવામાં આવી હતી. નાયલાએ કથિત રીતે ખૂબ જ ઓછા ભાવે વાળની નિકાસ કરવા માટે ઘણા શેલ (અનામી) યુનિટ બનાવ્યા હતા. મળતી માહિતી અનુસાર, ઉપલબ્ધ દસ્તાવેજો દર્શાવે છે કે, જ્યારે આ સંસ્થાઓ ટેક્સ અધિકારીઓ સામે મુશ્કેલીમાં મુકાય છે. તો જુનાઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ નાબૂદ કરવામાં આવે છે અને નવા IECs બનાવવામાં આવે છે.
મીડિયા રિપોર્ટમાં વધુમાં જણાવ્યા અનુસાર, આ રેકેટનો વાર્ષિક ટર્નઓવર 8 હજાર કરોડ રૂપિયા છે. જેમાં હૈદરાબાદ-મિઝોરમ-મ્યાનમારને ચીન ગેરકાયદેસર દારુગોળો સપ્લાય કરે છે.