Site icon

Mohan Bhagwat: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે દિલ્હીમાં આપ્યું મોટું નિવેદન, તેમના દ્વારા આવું કહેવાથી ચર્ચા નું બજાર થયું ગરમ

Mohan Bhagwat: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે દિલ્હીમાં એક વ્યાખ્યાનમાળા દરમિયાન હિંદુ રાષ્ટ્ર પર પોતાનું સ્પષ્ટ વલણ રજૂ કર્યું અને કહ્યું કે ભારત સનાતન કાળથી હિંદુ રાષ્ટ્ર જ છે.

Mohan Bhagwat રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે દિલ્હીમાં આપ્યું મોટું નિવેદન

Mohan Bhagwat રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે દિલ્હીમાં આપ્યું મોટું નિવેદન

News Continuous Bureau | Mumbai
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે દિલ્હીમાં એક વ્યાખ્યાનમાળા દરમિયાન મોટું નિવેદન આપતા કહ્યું કે ભારત એક અખંડ અને હિંદુ રાષ્ટ્ર છે. તેમના આ નિવેદનથી દેશમાં ફરી એકવાર હિંદુ રાષ્ટ્રની ચર્ચાએ વેગ પકડ્યો છે. છેલ્લા દસ વર્ષથી હિંદુ રાષ્ટ્રની ચર્ચા ચાલી રહી છે, ત્યારે ભાગવતના આ નિવેદન બાદ દેશમાં કંઈક મોટું થવાનું છે કે કેમ, તે અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જોકે, આ મુદ્દા પર ભાગવતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું.

ભારત તો હિંદુ રાષ્ટ્ર છે જ, ઘોષણાની જરૂર નથી

ડૉ. ભાગવતે ભારપૂર્વક કહ્યું કે ભારત તો હિંદુ રાષ્ટ્ર છે જ, એટલે તેની સત્તાવાર ઘોષણા કરવાની કોઈ જરૂર નથી. તેમણે કહ્યું કે, “ઋષિ-મુનિઓ અને સંતોએ આને પહેલેથી જ હિંદુ રાષ્ટ્ર જાહેર કર્યું છે. આ એક સ્પષ્ટ સત્ય છે. જો તમે આ માનો છો તો તે તમારા માટે ફાયદાકારક છે, અને જો તમે નથી માનતા તો પણ કોઈ નુકસાન નથી.” તેમનું કહેવું છે કે ભારતની એકતાના મૂળ તેના પૂર્વજો, સંસ્કૃતિ અને માતૃભૂમિમાં છે. અખંડ ભારત કોઈ રાજનીતિ નથી, પરંતુ એક સાર્વજનિક ભાવના છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મુસ્લિમોએ એ શંકા છોડી દેવી જોઈએ કે જો તેઓ આ પરંપરામાં સામેલ થશે તો તેમનો ઈસ્લામ સાથેનો સંબંધ સમાપ્ત થઈ જશે, કારણ કે તમામ ભારતીયોના પૂર્વજો અને સંસ્કૃતિ એક જ છે.

Join Our WhatsApp Community

સંઘનો સામાજિક કાર્યોમાં ફાળો

સરસંઘચાલકે સંઘની ભૂમિકાને રેખાંકિત કરતા કહ્યું કે સ્વતંત્રતા સંગ્રામ હોય કે વિવિધ સામાજિક આંદોલનો, સંઘ હંમેશા સકારાત્મક ભૂમિકામાં રહ્યો છે. સંઘે ક્યારેય કોઈ અલગ ઝંડો હાથમાં લીધો નથી કે દેખાડો કર્યો નથી. જ્યાં પણ સારા કામની જરૂર હોય, ત્યાં સ્વયંસેવકો સેવા આપે છે. આમાં જાતિ, પંથ કે ધર્મનો કોઈ ભેદભાવ હોતો નથી. તેમણે ઉમેર્યું કે સંઘ કોઈ કેન્દ્રીય વ્યવસ્થા નથી, પરંતુ તેની સાથે જોડાયેલી તમામ સંસ્થાઓ સ્વતંત્ર અને આત્મનિર્ભર છે. સંઘ હંમેશા વિરોધી વિચારોનો આદર કરે છે અને સત્યની શોધ માટે પ્રયત્નશીલ રહે છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai-Ahmedabad Bullet Train: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પર આવ્યું મોટું અપડેટ, BKC અને શિલફાટા વચ્ચે આટલા કિમીની ટનલ ખોદકામ પૂર્ણ

આરક્ષણ અને શ્રમ પ્રત્યે સંઘનું વલણ

મોહન ભાગવતે આરક્ષણ પર પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું. તેમણે કહ્યું કે આરક્ષણ તર્કનો વિષય નથી, પરંતુ સંવેદનશીલતાનો વિષય છે. જો કોઈની સાથે અન્યાય થઈ રહ્યો હોય, તો તેનું નિવારણ થવું જરૂરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સંઘ બંધારણ મુજબ અપાયેલા આરક્ષણનું સમર્થન કરે છે અને ભવિષ્યમાં પણ આ વલણ બદલાશે નહીં. તેમણે શ્રમ પ્રત્યે સંઘના દૃષ્ટિકોણ વિશે પણ વાત કરી. તેમનું લક્ષ્ય નોકરી માંગનારાઓને બદલે નોકરી આપનારા બનવાનું છે. તેમનું માનવું છે કે કામમાં ઊંચ-નીચના ભેદભાવને કારણે સમાજનું પતન થયું છે અને આ વિચારધારાને જડમૂળથી નાબૂદ કરવી જોઈએ.

Akash Missile System: ભારતની ‘આકાશ’ મિસાઇલ ડિમાન્ડમાં, જે દેશે તાકાત જોઈ, તેને સપ્લાય કરવાની તૈયારી, અમેરિકાનું ટેન્શન વધશે
JDU candidate: JDUનો મોટો નિર્ણય: 101 નામોની બીજી યાદી જાહેર, વિવાદાસ્પદ MLA ગોપાલ મંડળનું પત્તું કપાયું, પાર્ટીમાં હલચલ
Ministry of External Affairs: ટ્રમ્પના દાવાઓની ખુલી પોલ,ભારત રશિયા પાસે થી તેલ ખરીદશે કે નહીં? વિદેશ મંત્રાલયનો આવી ગયો જવાબ
Lalu Yadav: RJDની ટિકિટ પર સવાલ,ચૂંટણી પંચના અધિકારીના પરિવારને ટિકિટ આપી… શું છે તેજ પ્રતાપ અને મહિલા ઉમેદવાર વચ્ચેનો સંબંધ?
Exit mobile version