ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
શ્રીનગર
23 જુન 2020
કાશ્મીરમાં જૂનો સમય પરત આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્રણ દાયકા બાદ હવે ફરીથી કાશ્મીરમાં થિયેટરમાં ફિલ્મ જોવા મળશે. સરકારે શ્રીનગરમાં પહેલા મલ્ટિપ્લેક્સની મંજૂરી આપી દીધી છે. કાશ્મીરમાં દિલ્હી પબ્લિક સ્કૂલ ચલાવતા તકસલ હોસ્પિટાલિટીના મેનેજિંગ ડિરેક્ટર વિજય ધરના પરિવારે આ લાઇસન્સ મળ્યું છે. હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ મલ્ટિપ્લેક્સ ટૂંક સમયમાં શરૂ થશે. તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આતંકવાદને કારણે કાશ્મીર ખીણમાં થિયેટરો ત્રણ દાયકાથી બંધ છે. ખીણમાં રહેતા મોટાભાગના યુવાનોએ મલ્ટિપ્લેક્સ જોયા નથી. ધર પરિવારે માર્ચમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના મલ્ટીપ્લેક્સ માટે સરકારની મંજૂરી માંગી હતી. જમીન તથા બિલ્ડિંગની તપાસ બાદ શ્રીનગર વહીવટી તંત્રે મંજૂરી આપી દીધી હતી. નોંધનીય છે કે કાશ્મીરમાં રીગલ, પેલેડિયમ, ખાયમ, ફિરદૌસ, શાહ સિનેમા, નીલમ, શિરાઝ, તથા બ્રોડવે જેવા થિયેટર હતાં. તે તમામ કાશ્મીર વેલીમાં આતંકવાદ પ્રસર્યો તે પછી બંધ થઈ ગયાં હતાં.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com