Site icon

પેટ્રોલ ડીઝલ સસ્તુ થશે? બિહારના યુવકોનો કમાલ; પ્લાસ્ટિકના કચરામાંથી આટલું સસ્તુ ઇંધણ બનાવવાની ફોર્મ્યુલા શોધી: જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 4 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

 

જ્યાં એક તરફ મોંઘા પેટ્રોલ-ડીઝલે સામાન્ય માણસની કમર તોડી નાખી છે. તો બીજી બાજુ દરેક જગ્યાએ પ્લાસ્ટિકનો વધતો કચરો પર્યાવરણ અને લોકોના આરોગ્યને પણ બગાડી રહ્યો છે, પરંતુ બિહારમાં યુવાનોની એક ટીમે આ બંને સમસ્યાઓનો એક સાથે ઉકેલ શોધી કાઢ્યો છે અને પ્લાસ્ટિકના કચરામાંથી બળતણ તૈયાર કરવાની ફોર્મ્યુલા શોધી છે. જેમાં છ રૂપિયાના પ્લાસ્ટિકમાંથી 70 રૂપિયાનું પેટ્રોલ- ડિઝલ બને છે.

 

બિહારના મુઝફ્ફરપુરના 8 યુવકોની ટીમે પ્લાસ્ટિકના કચરામાંથી પેટ્રોલ અને ડીઝલ તૈયાર કર્યું છે. આ પગલાથી જ્યાં એક તરફ સસ્તી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ થશે ત્યાં પ્લાસ્ટિકના કચરાના નિકાલનો ઉકેલ પણ આવશે. મુઝફ્ફરપુરના ખરોના ગામમાં તેનો એક પ્લાન્ટ મંગળવારથી શરૂ થયો છે. આ યુવાનોની ટીમનું નેતૃત્વ ભારતીય આંકડાકીય સંસ્થા (ISI દિલ્હી)ના વિદ્યાર્થી આશુતોષ મંગલમ કરી રહ્યા છે. તેમની સાથે આ ટીમમાં શિવાની, સુમિત કુમાર, અમન કુમાર અને મોહમ્મદ હસન વગેરેનો સમાવેશ થાય છે. મંગલમે તેના સાથીદારો સાથે 2019માં આ ટેક્નોલોજીની ટ્રાયલ કરી હતી અને સફળતા મળતાં વર્ષ 2020માં પેટન્ટ કરાવી હતી.

 

બિહાર સરકારના જમીન મહેસૂલ મંત્રી સુરત રાય દ્વારા મંગળવારે પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્લાન્ટમાં એક લીટર બાયો ડીઝલ બનાવવાની કિંમત 62 રૂપિયા છે અને તે 70 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચી શકાય છે.પ્લાસ્ટીકનો કચરો મહાનગરપાલિકા પાસેથી રૂ. 6 પ્રતિ કિલોના દરે ખરીદવામાં આવે છે

 આ યુનિટ દરરોજના 200 કિલો પ્લાસ્ટિકના કચરામાંથી 175 લિટર બાયો-પેટ્રોલ-ડીઝલ તૈયાર થાય છે. મંગલમ કહે છે કે પ્લાસ્ટિકના કચરામાંથી જે ઈંધણ તૈયાર થશે તે પર્યાવરણ માટે ફાયદાકારક રહેશે.

 

Uttarakhand Disaster: ઉત્તરાખંડના સહસ્ત્રધારા માં ફાટ્યું વાદળ, રમકડાંની જેમ તણાઈ કાર, જાણો ક્યાં થયું કેટલું નુકશાન
Dog punishment: હવે માણસ ની જેમ કુતરાઓ ને પણ થશે આવી સજા, ઉત્તર પ્રદેશ સરકારે લીધો અનોખો નિર્ણય
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત
Exit mobile version