News Continuous Bureau | Mumbai
લોકસભામાં ગુનેગારોની બાયોમેટ્રિક માહિતી એકત્રીત કરવાનું બીલ પસાર થયું છે. આ બિલમાં એવી જોગવાઈ છે કે સરકારી વિભાગ ગુનેગારોના અનેક પ્રકારના ડેટા સંઘરી શકશે. જ્યારે આ બિલ લોકસભામાં ટેબલ થયું ત્યારે ભારે હંગામો થયો હતો. વિપક્ષે આ બિલને ફાસીવાદી અને નાઝીવાદી ગણાવ્યું હતું. જોકે સરકારે સ્પષ્ટતા કરી હતી કે શા માટે ગુનેગારોના જ માનવ અધિકારોની રક્ષા કરવી જોઈએ કારણ કે માનવ અધિકાર એ વ્યક્તિઓના પણ છે જેઓ ગુનાનો ભોગ બન્યા છે. ચાલો હવે જાણીએ આ બિલની મહત્વપૂર્ણ પાંચ જોગવાઈઓ.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ ‘સન્ડે સ્ટ્રીટ’ કાર્યક્રમમાં મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ સમાજ સેવક મુકેશભાઈ મહેતાનું કર્યું સન્માન. જુઓ તસવીરો, જાણો વિગતે
આ બિલ ની જોગવાઈ મુજબ પોલીસ અને જેલની સત્તા ગુનેગારોના શારીરિક અને બાયોલોજીકલ સેમ્પલ 75 વર્ષ સુધી સાચવી શકશે.
કાયદાકીય જોગવાઈ પ્રમાણે ઓથોરિટી ગુનેગારની સહી તેના લખાણ અને અન્ય દસ્તાવેજો પોતાની પાસે કાયદેસર રીતે સાચવી શકશે.
જો કોઈ ગુનેગાર આ પ્રકારના સેમ્પલ આપવાથી ઇનકાર કરશે તો તેની વિરુદ્ધમાં કાયદેસરના પગલાં લઇ શકાશે.
જે ગુનેગારોને સાત વર્ષથી ઓછી સજા થઇ છે તે વ્યક્તિ આવા પ્રકારના સેમ્પલ આપવાનો ઇનકાર કરી શકે છે. તેમજ જે વ્યક્તિએ મહિલા તેમજ બાળકો સામે કોઈ પ્રકારનો ગુનો નથી કર્યો તેમજ સાત વર્ષથી ઓછી સજા ભોગવી રહ્યો છે તે વ્યક્તિ પોતાના રેકોર્ડ સંદર્ભેના ઇનકાર કરી શકે છે.
ગૃહમંત્રી અમીત શાહે સદનમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ સેમ્પલ લેવા પાછળનો ઉદ્દેશ્ય જઘન્ય અપરાધ કરનાર લોકો સંદર્ભે વધુ માહિતી મેળવવાનો છે.