ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 ઓક્ટોબર, 2021
શુક્રવાર
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક સ્તરે પણ ખૂબ પ્રસિદ્ધ છે. તેમણે શરૂ કરેલી નવી યોજનાઓ અને વિકાસ કાર્યોની પ્રશંસા આંતરરાષ્ટ્રીય સ્તરે થતી હોય છે. મોદીના નેતૃત્વમાં ભારત સરકારે શરૂ કરેલી આવી જ એક ક્રાંતિકારી યોજનાને માઈક્રોસોફ્ટના નિર્માતા બિલ ગેટ્સે વખાણી છે.
નરેન્દ્ર મોદીની 'આયુષ્માન ભારત ડિજિટલ મિશન' આ નવી યોજના છે. જેની શરૂઆત ૨૭મી સપ્ટેમ્બરના રોજ દેશમાં થઈ છે. યોજના હેઠળ નાગરિકોને આરોગ્ય વિષયક આઈડી સર્ટિફિકેટ આપવામાં આવશે. આ સર્ટિફિકેટમાં લોકોના આરોગ્ય વિષયે વિગતો હશે. ભારત સરકારની આ યોજના આરોગ્ય ક્ષેત્રમાં મોટી ક્રાંતિ લાવી શકે છે.
દેવામાં ડૂબેલી એર ઈન્ડિયા ટાટા ગ્રૂપે ખરીદી હોવાના સમાચાર અંગે સરકારે કર્યો ખુલાસો, જાણો શું કહ્યું
દેશમાં શરૂ થયેલા ડિજિટલ મિશનથી બિલ ગેટ્સ પ્રભાવિત થયા છે. ટ્વીટર પર નરેન્દ્ર મોદીને અભિનંદન આપતી પોસ્ટમાં તેમણે ટ્વીટ કર્યું હતું કે આ ડિજિટલ આરોગ્ય પાયાની સુવિધા આરોગ્ય સેવાના વિતરણને સુનિશ્ચિત કરવા અને ભારતની આરોગ્ય વિષયક પ્રગતિની ગતિ વધારશે. જેના જવાબમાં નરેન્દ્ર મોદીએ ટ્વિટરના માધ્યમથી બિલ ગેટ્સનો આભાર માનતા કહ્યું હતું કે ભારતમાં આરોગ્ય વિષયક પાયાની સુવિધાઓના વિકાસ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની ભરપૂર તક છે. તે દિશામાં ભારત પ્રચંડ પરિશ્રમ કરી રહ્યું છે.