News Continuous Bureau | Mumbai
માંડવીની (Mandvi) આ તસવીર જે દ્રશ્યમાં જોવા મળી રહી છે. જે બિપોરજોય પહેલાની ભયાનક સ્થિતિને વર્ણવી રહી છે. આ વાવાઝોડાના લેન્ડફોલના 6થી 8 કલાકની વાર છે ત્યારે સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છ માટે પણ મુશ્કેલી સર્જાઈ શકે છે. એ પહેલાની સ્થિતિ વહેલી સવારથી જ અહીં વાતાવરણ ધૂંધળું જોવા મળી રહ્યું છે. આ બીચમાં બે ફૂટથી આગળ કંઈ જોવા નથી મળી રહ્યું. એ પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે. (Cyclone)
આગામી 8 કલાક માંડવીના દરિયા કિનારા માટે પણ મુશ્કેલી ભરેલા રહી શકે છે. આગામી 8 કલાક ખૂબ ભારે પવન અને વરસાદ જોવા મળશે. પવનની ગતિ સવારથી ખૂબ વધેલી જોવા મળી રહી છે. દરીયામાં કરંટ વધુ જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : Jasdan : ઉપધીને અવસરમાં ફેરવતા સ્થાનિકો: મન:શાંતિ માટે હસ્તકલા-આફત ટાણે આજીવિકાનો અવસર
માંડવી, જખૌ, નલીયા સહીતના વિસ્તારોની દુકાનો બંધ કરાવવામાં આવી
માંડવી, જખૌ, (Jakhau) નલીયા સહીતના વિસ્તારોની દુકાનો બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. પવનક્કીઓ કચ્છમાં મોટી સંખ્યામાં છે ત્યારે પવનચક્કીઓ પણ બંધ કરી દેવામાં આવી છે. કોઈ પણ પ્રકારની જાનહાની ન થાય તે હેતુથી તંત્ર કામે લાગ્યું છે ત્યારે આ પ્રકારની કુદરતી આફતમાં મુશ્કેલી ન સર્જાય તે માટે દરેક મોરચે તૈયારી કરાઈ છે.
જો કે, વિઝિબિલીટી ઓછી જોવા મળી રહી છે. માંડવી જખૌ પહેલા હોટસ્પોટ ગણાતું હતું. ત્યારે વહેલી સવારથી જ અહીં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ખાસ કરીનેટ માંડવી બીચ પર એકદમ નજીકથી પણ વાતાવરણ ધૂંધળું જોવા મળી રહ્યું છે.
બિપરજોય News
આ પણ વાંચોઃ Western Railway : પશ્ચિમ રેલ્વે, ચક્રવાત ‘બિપરજોય’ને કારણે પશ્ચિમ રેલવેની કેટલીક વધુ ટ્રેનો પ્રભાવિત
આ પણ વાંચોઃ Biporjoy Cyclone : બિપરજોય ચક્રવાતની અસર, ડરથી આ રાજ્યમાં તોડવામાં આવી જર્જરિત ઈમારતો, 67 ટ્રેનો કરાઈ રદ..