News Continuous Bureau | Mumbai
Biparjoy Cyclone : પ્રકૃતિ એટલે કે કુદરત કેટલી વિચિત્ર અને તેની સાથે જ અદભુત વસ્તુ છે તેનું ઉદાહરણ પૂરું પાડતો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાત એમ છે કે સંયુક્ત આરબ અમીરાતના સેટેલાઈટમાં એક અવકાશયાત્રી સુલતાન અલ નેયાદી સવાર છે. તેની પાસે ઉચ્ચ કક્ષાના કેમેરા છે. તેનું સેટેલાઈટ જ્યારે સંયુક્ત આરબ અમીરાત ઉપરથી પસાર થયું ત્યારે આસમાન કોરું કટ હતું. ત્યારે આ સેટેલાઈટ જ્યારે હિંદ મહાસાગર પાસે પ્રવેશ્યું ત્યારે વાદળા નો ઢગલો અને બીપરજોય વાવાઝોડું દેખાયું.
Watch as a tropical cyclone forms over the Arabian Sea from these views I captured.
The ISS provides a unique perspective on several natural phenomena, which can assist experts on Earth in weather monitoring.🌩️🌀
Stay safe, everyone! pic.twitter.com/dgr3SnAG0F
— Sultan AlNeyadi (@Astro_Alneyadi) June 13, 2023
Biparjoy Cyclone : અવકાશમાંથી કેવું દેખાય છે બીપરજોય
અવકાશમાંથી બીપરજોય એક રૂના ઢગલા જેવું દેખાય છે જેમાં ગોબો પડી ગયો હોય. વાવાઝોડાની ગંભીરતા એ વાત પરથી દેખાય છે કે તેની આજુબાજુ નો ઘેરાવો ઘટ્ટ સફેદ વાદળોથી ભરાયેલો છે. તમે જુઓ આ વિડીયો….
આ સમાચાર પણ વાંચો :Biparjoy Cyclone : 74 હજાર લોકોનું સ્થળાંતર, 442 ગામોમાં એલર્ટ, ચક્રવાત બિપરજોય આજે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે
બિપરજોય News
આ પણ વાંચોઃ Western Railway : પશ્ચિમ રેલ્વે, ચક્રવાત ‘બિપરજોય’ને કારણે પશ્ચિમ રેલવેની કેટલીક વધુ ટ્રેનો પ્રભાવિત
આ પણ વાંચોઃ Biporjoy Cyclone : બિપરજોય ચક્રવાતની અસર, ડરથી આ રાજ્યમાં તોડવામાં આવી જર્જરિત ઈમારતો, 67 ટ્રેનો કરાઈ રદ..