ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 10 ડિસેમ્બર 2021
શુક્રવાર.
CDS જનરલ બિપિન રાવતની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનથી દિલ્હી છાવણીના બ્રાર સ્ક્વેર સ્મશાન સુધી શરૂ થઈ છે.
CDS બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતના અંતિમ સંસ્કાર આજે લગભગ 4 વાગ્યે થવાના છે.
અંતિમ સંસ્કાર સમયે 800 જવાનોની હાજરીમાં વીર સપૂત બિપિન રાવતને 17 તોપોની સલામી સાથે વિદાય આપવામાં આવશે.
CDS જનરલ બિપિન રાવત અને મધુલિકા રાવતની પુત્રીઓ – કૃતિકા અને તારિણીએ તેમના માતા-પિતાને શ્રદ્ધાંજલિ આપી.
ઉલ્લેખનીય છે કે ગત બુધવારે તમિલનાડુના નીલગીરી જિલ્લાના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થતાં 13 લોકો શહીદ થયા હતા. સીડીએસ ઉપરાંત તેમની પત્ની અને 11 સંરક્ષણ કર્મચારીઓ પણ સામેલ હતા.
આર્થિક સમાચાર : ખાદ્ય ચીજો ની આરબ દેશો માં નિકાસ બાબતે ભારત મોખરે. આ દેશ ને માત આપી