News Continuous Bureau | Mumbai
Bipin Rawat Helicopter Crash Reason: દેશના પહેલા CDS જનરલ બિપિન રાવતનું વર્ષ 2021માં હેલિકોપ્ટર અકસ્માતમાં નિધન થયું હતું. આ અકસ્માતમાં તેમની પત્ની મધુલિકા રાવત સહિત કુલ 12 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે આ દુર્ઘટનાને લઈને અનેક દાવા કરવામાં આવ્યા હતા, હવાઈ દુર્ઘટનામાં આર્મી ચીફના મૃત્યુને લઈને લોકોના મનમાં અનેક શંકાઓ હતી. લોકો જાણવા માગતા હતા કે આ દુર્ઘટનાનું કારણ શું હતું. હવે ઘટનાના 3 વર્ષ બાદ સંસદની સ્ટેન્ડિંગ કમિટીએ તેમના મૃત્યુ અંગેનો તપાસ રિપોર્ટ લોકસભામાં રજૂ કર્યો છે. જેમાં આ અકસ્માતનું કારણ જણાવવામાં આવ્યું છે.
Bipin Rawat Helicopter Crash Reason: નાણાકીય વર્ષ 2021-2022 દરમિયાન કુલ નવ અકસ્માતો થયા
બિપિન રાવતના મૃત્યુના કેસની તપાસ માટે રચાયેલી સંસદીય સમિતિએ તેના અહેવાલમાં 8 ડિસેમ્બર, 2021ના રોજ થયેલા Mi-17 V5 હેલિકોપ્ટર દુર્ઘટના પાછળ માનવીય ભૂલને કારણભૂત ગણાવી છે. સાથે જ સંરક્ષણ પરની સ્થાયી સમિતિએ 13મી સંરક્ષણ યોજનાના સમયગાળા દરમિયાન થયેલા ભારતીય વાયુસેનાના વિમાનોને સંડોવતા અકસ્માતોની સંખ્યા પર ડેટા શેર કર્યો છે. 2021-22માં નવ IAF એરક્રાફ્ટ અને 2018-19માં 11 એરક્રાફ્ટ અકસ્માતો સહિત કુલ 34 અકસ્માતો થયા હતા. રિપોર્ટમાં ‘કારણ’ નામની કોલમ છે જેમાં અકસ્માતનું કારણ ‘માનવ ભૂલ’ને આભારી છે. આ દુર્ઘટનાની તપાસ ટીમમાં સામેલ અધિકારીઓએ શરૂઆતમાં કહ્યું હતું કે હવામાનમાં ફેરફારને કારણે આ અકસ્માત થયો છે.
Bipin Rawat Helicopter Crash Reason: બિપિન રાવત 8 ડિસેમ્બર, 2021ના રોજ અકસ્માતનો ભોગ બન્યા હતા.
જણાવી દઈએ કે 8 ડિસેમ્બર, 2021ના રોજ તત્કાલિન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવત તેમની પત્ની મધુલિકા અને 12 અન્ય સશસ્ત્ર દળોના જવાનો સાથે MI-17 V5 એરક્રાફ્ટમાં મુસાફરી કરી રહ્યા હતા. વાયુસેનાના આ વિમાને તમિલનાડુના કોઇમ્બતુરમાં સુલુર એરફોર્સથી ડિફેન્સ સ્ટાફ સર્વિસ કોલેજ, વેલિંગ્ટન માટે ઉડાન ભરી હતી. જો કે, તે ઉતરાણ કરતા પહેલા પહાડીઓમાં અકસ્માતનો ભોગ બન્યું હતું. આ વિમાન દુર્ઘટનામાં CDS જનરલ રાવત, તેમની પત્ની અને અન્ય 12 લોકોના મોત થયા હતા.
આ સમાચાર પણ વાંચો : Supreme Court: સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી, કાયદો મહિલાઓના કલ્યાણ માટે છે, પતિઓને સજા આપવા માટે નથી…
Bipin Rawat Helicopter Crash Reason કેપ્ટન વરુણ સિંહ હેલિકોપ્ટર દુર્ઘટનામાં બચી ગયા
શૌર્ય ચક્ર પુરસ્કાર વિજેતા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ હેલિકોપ્ટર દુર્ઘટનામાં બચી ગયા હતા, પરંતુ એક અઠવાડિયા પછી, તેમનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ગ્રૂપ કેપ્ટન સિંહને વેલિંગ્ટનથી તમિલનાડુના કુન્નુર સુધી એરલિફ્ટ કરવામાં આવ્યા હતા અને બેંગલુરુની લશ્કરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેને લાઈફ સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. પરંતુ કમનસીબે સારવાર છતાં તેમનો જીવ બચાવી શકાયો ન હતો.
Bipin Rawat Helicopter Crash Reason: કેવું હતું હેલિકોપ્ટર જેમાં રાવત સવાર હતા?
જનરલ બિપિન રાવત જે Mi-17V5 હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહ્યા હતા તે VVIP હેલિકોપ્ટર છે. તેમાં 2 એન્જિન છે. સેના આ હેલિકોપ્ટરનો ઉપયોગ દુર્ગમ વિસ્તારો માટે કરે છે. તે વિશ્વનું સૌથી અદ્યતન પરિવહન હેલિકોપ્ટર છે જેનો ઉપયોગ સૈન્ય અને શસ્ત્રોના પરિવહન, ફાયર સપોર્ટ, પેટ્રોલિંગ અને શોધ-અને-બચાવ મિશનમાં થાય છે.