Site icon News Continuous Bureau | Mumbai

BJP Candidates List: ભાજપના ઉમેદવારોની વધુ એક યાદી, ડાયમંડ હાર્બરથી અભિજીત દાસને ટિકિટ આપવામાં આવી; જાણો કોનું પત્તુ કપાયું..

BJP Candidates List: ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની 12મી યાદી જાહેર કરી છે. આ યાદીમાં સાત ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રની એક લોકસભા સીટ સિવાય પંજાબની ત્રણ, ઉત્તર પ્રદેશની બે અને પશ્ચિમ બંગાળની એક સીટ પર ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા છે.

BJP Candidates List Lok Sabha Elections 2024 BJP releases 12th list of seven candidates for ls polls

BJP Candidates List Lok Sabha Elections 2024 BJP releases 12th list of seven candidates for ls polls

 News Continuous Bureau | Mumbai 

BJP Candidates List: લોકસભા ચૂંટણી ( Lok sabha election 2024 ) ને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી ( BJP ) એ  ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. આ 12મી યાદીમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને પંજાબના ઉમેદવારો ( Candidates ) ની જાહેરાત કરવામાં આવી છે. અભિજીત દાસને ડાયમંડ હાર્બર સીટ પરથી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી સામે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

Join Our WhatsApp Channel

BJP Candidates List પંજાબ અને મહારાષ્ટ્રમાંથી નવા ઉમેદવારોની જાહેરાત

મહારાષ્ટ્ર ( Maharashtra )ના સતારાથી છત્રપતિ ઉદયનરાજે ભોસલે ( Udayanraje Bhosle ) ને ટિકિટ આપવામાં આવી છે. તે જ સમયે પંજાબના ખંડુર સાહિબથી મનજીત સિંહ મન્નાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. હોશિયારપુરથી અનિતા સોમ પ્રકાશ અને ભટિંડાથી પરમલ કૌર સિદ્ધુને ટિકિટ આપવામાં આવી છે. હવે યુપીની વાત કરીએ તો ભાજપે ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદથી ઠાકુર વિશ્વદીપ સિંહ અને દેવરિયાથી શશાંક મણિ ત્રિપાઠીને ટિકિટ આપી છે.

આ સમાચાર પણ વાંચો : Heatwave Alert Gujarat: હીટવેવના ખતરા સામે ગુજરાત સરકારે કસી કમર, ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે કરી બેઠક

BJP Candidates List ભાજપે વિધાનસભા પેટાચૂંટણી માટે યાદી જાહેર કરી

ભાજપે તેલંગાણા અને યુપી વિધાનસભાની પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દીધી છે. ઓપી શ્રીવાસ્તવને લખનઉ પૂર્વથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. દિવંગત ધારાસભ્ય આશુતોષ ટંડનના પરિવારમાંથી કોઈને તક મળી નથી. દાદરૌલથી અરવિંદ સિંહ, ગાંસડીથી શૈલેન્દ્ર સિંહ શૈલુ અને દુદ્દી (SC)થી શ્રવણ ગોંડને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે તેલંગાણાની વાત કરીએ તો સિકંદરાબાદ કેન્ટમાંથી ડો. ટીએન વંશ તિલકને ટિકિટ આપવામાં આવી છે.

Indian Spice Exports ચીનની ચાલબાજી અને યુધ્ધની અસરથી મસાલાની નિકાસ રૂંધાઇ
India Oman Trade Corridor હોર્મુઝ (Hormuz) પર નિર્ભરતાનો અંત ૩૦ વર્ષથી અટકેલો પ્રોજેક્ટ હવે થશે સાકાર, ગુજરાતથી ઓમાન સુધી ભારત રચી રહ્યો છે નવો ઈતિહાસ
India–Pakistan conflict PoKમાં માનવતા મરી પરવારી પાક આર્મીના અત્યાચાર પર ભારતની લાલ આંખ, ‘દુનિયા જોઈ રહી છે, ઇન્સાફ થશે’
El Niño 2026 Alert૨૦૨૬માં આવી રહ્યો છે સૌથી ભયાનક ‘અલ નીનો’ (El Niño) પેસિફિક મહાસાગરનું તાપમાન ૩.૫ ડિગ્રી સેલ્સિયસ (3.5°C) સુધી ઉકળશે!
Exit mobile version