દેશના સૌથી મોટા રાજકીય પક્ષની સાથે ભાજપે ભંડોળની બાબતમાં પણ તમામ રાજકીય પક્ષોને પાછળ છોડી દીધું છે.
ચૂંટણી પંચને સુપરત કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે, તમામ રાજકીય પક્ષોને પાછળ રાખીને વર્ષ 2019-20માં ભાજપને 750 કરોડનું ડોનેશન મળ્યું છે.
દેશની બીજી સૌથી મોટી રાજકીય પાર્ટી કોંગ્રેસને માત્ર 139 કરોડ મળ્યા છે. જે ભાજપ કરતા પાંચ ગણા ઓછા છે.
જયારે એનસીપીને 59 કરોડ રૂપિયા, ટીએમસીને 8 કરોડ, સીપીએમને 19.6 કરોડ અને સીપીઆઇને 1.9 કરોડ રૂપિયા મળ્યાં છે.
