BJP: ભાજપ સરકાર જીત બાદ ત્રણ રાજ્યોમાં લઈ શકે છે મોટો નિર્ણય, નારી શક્તિને સોંપી શકે છે મોટો પદભાર

BJP: ભાજપ આ માટે મહિલાને આ મહત્વનો પદભાર સોંપી શકે છે. કોઈ એક રાજ્યમાં મહિલાને સીએમ કે ડેપ્યુટી સીએમ બનાવી શકે છે. આગામી સમયમાં જ આ મોટા પદોની સાથે સાથે મંત્રી મંડળમાં નેતાઓને સમાવીને શપથ ગ્રહણ સમારો યોજવામાં આવશે.

by Hiral Meria
BJP government can take a big decision in three states after victory, can hand over a big position to women power

News Continuous Bureau | Mumbai

BJP: રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ આ ત્રણ રાજ્યોમાં જીત બાદ ભાજપ સરકાર આગામી સમયમાં જ જલદી જ સીએમ ( Chief Minister ) કે ડેપ્યુટી સીએમની જાહેરાત કરી શકે છે. આ સાથે જ મહત્વના સમાચાર એ પણ મીડીયા અહેવાલોથી સામે આવી રહ્યા છે કે, ભાજપ આ માટે મહિલાને ( woman ) આ મહત્વનો પદભાર સોંપી શકે છે. કોઈ એક રાજ્યમાં મહિલાને સીએમ કે ડેપ્યુટી સીએમ બનાવી શકે છે. આગામી સમયમાં જ આ મોટા પદોની સાથે સાથે મંત્રી મંડળમાં ( cabinet  ) નેતાઓને સમાવીને શપથ ગ્રહણ ( Oath taking ) સમારો યોજવામાં આવશે. 

 ભાજપે મહિલા શક્તિના ( women power ) નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પીએમ નરેન્દ્ર મોદીના ( PM Narendra Modi ) પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ સાથેની બેઠકમાં આ ત્રણેય રાજ્યોમાં મહિલાઓને સીએમ અથવા ડેપ્યુટી સીએમનું એક પદ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. ચર્ચા છે કે ત્રણેય રાજ્યોમાં જાતિ સમીકરણને ( gender equation ) ધ્યાનમાં રાખીને પાર્ટી મધ્યપ્રદેશમાં બે અને રાજસ્થાન અને છત્તીસગઢમાં એક-એક ડેપ્યુટી સીએમ બનાવશે

આ વખતે ત્રણેય રાજ્યોની ચૂંટણીમાં મહિલાઓના મતદાનની ટકાવારીમાં જોરદાર વધારો થયો છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની ઘણી મહત્વની યોજનાઓને કારણે આ ચૂંટણીઓમાં ભાજપની મોટી જીતને અડધી વસ્તીના જંગી સમર્થન સાથે પણ જોડવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં લોકસભા ચૂંટણી પહેલા આ વર્ગના રાજકીય સશક્તિકરણનો સંદેશ આપવા માટે પાર્ટીએ આ નિર્ણય લીધો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રી પદ પર નિર્ણય લેવા માટે શનિવાર અને રવિવારે ધારાસભ્ય દળની બેઠક યોજવામાં આવી શકે છે. આ માટે ગુરુવારે ત્રણેય રાજ્યો માટે કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂંક કરવામાં આવી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai: ફિલ્મ ડ્રીમ ગર્લની જેમ, મહિલા બની કરી લગ્નોત્સુક યુવકો સાથે ઠગાઈ.. મુંબઈ પોલિસની કાર્યવાહી.. જાણો સંપુર્ણ મામલો વિગતે…

મીડીયા અહેવાલો અનુસા મધ્યપ્રદેશમાં ઓબીસી, છત્તીસગઢમાં એસટી અને રાજસ્થાનમાં રાજવી પરિવારના સભ્યને સીએમ પદ મળવાની ખાતરી છે. આ સાથે જ ત્રણેય રાજ્યોમાં ડેપ્યુટી સીએમની નિમણૂક નિશ્ચિત છે. મધ્યપ્રદેશમાં આ સંખ્યા બે હોઈ શકે છે કારણ કે તે વસ્તીની દ્રષ્ટિએ એક મોટું રાજ્ય છે અને કેન્દ્રીય રાજકારણ સાથે સંકળાયેલા ઘણા દિગ્ગજો ચૂંટણી જીત્યા છે. આ ઉપરાંત, આ ત્રણેય રાજ્યોમાં વિધાનસભા અધ્યક્ષ નક્કી કરતી વખતે, પાર્ટી રાજ્યના જાતિ સમીકરણની સાથે ચૂંટણી જીતેલા પક્ષના વરિષ્ઠ નેતાઓના કદને પણ ધ્યાનમાં રાખશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

[mailpoet_form id=”1″]

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More