News Continuous Bureau | Mumbai
લાલ કિલ્લાથી(Red Fort) નીકળેલી તિરંગા બાઈક રેલીમાં(Tricolor Bike Rally) બાઈક ચલાવવી ભાજપના સાંસદ(BJP MP) મનોજ તિવારીને(Manoj Tiwari) ભારે પડી. વાત જાણે એમ છે કે તેઓ હેલમેટ(Helmet) વગર બાઈક ચલાવી રહ્યા હતા. કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવીને દિલ્હી ટ્રાફિક પોલીસને(Delhi Traffic Police) મોકલી દીધો. ફરિયાદ મળતા ટ્રાફિક પોલીસે ઘટનાની તપાસ કરી તો સાચી ઠરી. ત્યારબાદ ટ્રાફિક પોલીસે સાંસદ મનોજ તિવારી પર ૪૧ હજાર રૂપિયાનું ચલણ(Challan) ઠોકી દીધુ.
દિલ્હી ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ તિરંગા બાઈક રેલીમાં સામેલ થયેલા સાંસદ મનોજ તિવારી જ્યારે મોટરસાઈકલ(Motorcycle) ચલાવી રહ્યા હતા ત્યારે તેમણે હેલ્મેટ પહેરયુ ન હતું. તે બાઈક પર ન તો પોલ્યુશન સર્ટિફિકેટ(Pollution Certificate) હતું કે ન તો હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ(High security number plate). ઘટના સમયે મનોજ તિવારી પાસે ડ્રાઈવિંગ લાયસન્સ(Driving license) પણ ન હતું. આ બધી ખામીઓના આધારે ટ્રાફિક પોલીસે સાંસદનું ૨૧ હજારનું ચલણ કાપ્યું. આ સાથે જ બાઈકના મૂળ માલિક ઉપર પણ ૨૦ હજાર રૂપિયાનું ચલણ કાપીને તે પણ મનોજ તિવારીને જ પકડાવી દીધુ. આમ તિરંગા રેલીમાં(Tiranga Rally) સામેલ થવા બદલ સાંસદને કુલ ૪૧ હજાર રૂપિયાનું ચલણ લાગ્યું.
આ સમાચાર પણ વાંચો : શું તમને ખબર છે ભારત દેશમાં કેટલા વાહનો છે- કેટલા સ્કૂટર અને કેટલી ગાડીઓ- જાણો ચોંકાવનારો આંકડો અહીં
ઉલ્લેખનીય છે કે દેશની આઝાદીના(Independence of the country) ૭૫ વર્ષ પૂરા થવાના અવસરે મોદી સરકારે ગત વર્ષથી આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi ka Amrit Mohotsav) શરૂ કર્યો હતો. જે હેઠળ આ વખતે ૧૩ ઓગસ્ટથી ૧૫ ઓગસ્ટ સુધી દરેક ઘરમાં તિરંગો ફરકાવવાનો છે. આ અંગે જાગૃતતા વધારવા માટે સાંસદોએ બુધવારે દિલ્હીમાં તિરંગા બાઈક રેલી કાઢી. આ રેલીને ઉપરાષ્ટ્રપતિ(Vice President) એમ વેકૈયા નાયડુએ(M. Venkaiah Naidu) લીલી ઝંડી દેખાડીને રવાના કરી હતી. રેલીમાં અનેક મંત્રીઓ, સાંસદો અને વિધાયકોએ ભાગ લીધો હતો.