ગાજીપુર બોર્ડર પર ખેડૂત અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ટકરાવ થયો હતો.
ભાજપના કાર્યકર્તા નવનિયુક્ત પ્રદેશ મંત્રી અમિત વાલ્મીકિનું સ્વાગત કરવા માટે ત્યા પહોચ્યા હતા પરંતુ આ દરમિયાન વિવાદ થયો હતો.
ભાજપના કાર્યકર્તાઓએ ખેડૂતો પર તોડફોડ, વિવાદ અને પથ્થરમારાનો આરોપ લગાવ્યો છે.
ખેડૂત નેતા રાકેશ ટિકેતે ભાજપના કાર્યકર્તાઓ પર ખેડૂત મંચ પર કબજો કરવાનો આરોપ લગાવ્યો છે.
ખેડૂત અને ભાજપ સમર્થકો વચ્ચે વિવાદ બાદ સ્થિતિ એટલી ખરાબ થઇ ગઇ કે ભાજપ નેતાની ગાડીને બહાર કાઢવા માટે પોલીસે મહેનત કરવી પડી હતી.