News Continuous Bureau | Mumbai
Bomb threat : છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય એરલાઈન્સના વિમાનોને સતત બોમ્બની ધમકીઓ મળી રહી છે. તે જ ક્રમમાં, આજે ફરી દિલ્હીથી બેંગલુરુ જતી અકાસા એરની ફ્લાઈટ અને મુંબઈથી દિલ્હી આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં ફરીથી બોમ્બની ધમકી મળી છે. માત્ર ત્રણ જ દિવસમાં ભારતીય એરલાઈનની કુલ 12 ફ્લાઈટને બોમ્બની ધમકી મળી છે.
Bomb threat : ગ્રાહકો અને ક્રૂની સલામતીની ખાતરી કરવી સર્વોપરી
મીડિયા રિપોર્ટ અનુસાર, ફ્લાઈટ નંબર QP 1335એ બપોરે 12.16 વાગ્યે દિલ્હીથી બેંગ્લોર માટે ઉડાન ભરી હતી અને એક કલાકથી ઓછા સમયમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. બોઇંગ 737 એરક્રાફ્ટને પાછું દિલ્હી તરફ વાળવામાં આવ્યું હતું અને લગભગ 2 વાગ્યે લેન્ડ થયું હતું.
અહેવાલ મુજબ, ઈન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું કે મુંબઈથી દિલ્હી જઈ રહેલી ફ્લાઈટ 6E 651ને સુરક્ષા એલર્ટના કારણે અમદાવાદ તરફ વાળવામાં આવી હતી. વિમાનને અલગ કરવામાં આવ્યું હતું અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. અમારી કામગીરીના તમામ પાસાઓમાં અમારા ગ્રાહકો અને ક્રૂની સલામતીની ખાતરી કરવી સર્વોપરી છે.
આ સમાચાર પણ વાંચો: Mumbai Underworld: લોરેન્સ બિશ્નોઈ પહેલા આખું બોલીવુડ આ નામથી કાપતું હતું, સૌથી પહેલો આ હતો મુંબઇનો ડોન…
દિલ્હીથી બેંગ્લોર જઈ રહેલા અકાસા એરના વિમાનને બુધવારે બોમ્બની ધમકી મળી હતી. જે બાદ સુરક્ષા એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. સુરક્ષા પ્રોટોકોલને અનુસરીને, પ્લેનને તરત જ દિલ્હીના IGI એરપોર્ટ પર પાછું મોકલવામાં આવ્યું હતું, જ્યાં તે સુરક્ષિત રીતે ઉતર્યું હતું.
આ બાબતે દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે વિમાનને આઇસોલેશન બેમાં રાખવામાં આવ્યું છે, અને મુસાફરો અને ક્રૂની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવી રહ્યું છે. એરલાઇનના નિવેદન અનુસાર, નિર્ધારિત સુરક્ષા પ્રોટોકોલ અનુસાર વિમાન અને મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે.
Bomb threat : અત્યાર સુધી 12 ફ્લાઈટને બોમ્બની ધમકી મળી
સોમવારે એર ઈન્ડિયાની એક અને ઈન્ડિગોની બે ઈન્ટરનેશનલ ફ્લાઈટને બોમ્બની ધમકીઓ મળી હતી, જ્યારે મંગળવારે તમામ મોટી એરલાઈન્સની અન્ય સાત ફ્લાઈટને ધમકીઓ મળી હતી અને આજે 2 ફ્લાઈટને ધમકીઓ મળી છે. સોમવાર અને મંગળવારના રોજ, તમામ ધમકીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા આવી હતી અને આખરે નકલી નીકળી હતી.