Site icon

 ભારતમાં બુસ્ટર ડોઝને મળી શકે છે મંજૂરી, ઓમિક્રોન મુદ્દે ડબ્લ્યુએચઓની મહત્વપૂર્ણ બેઠકમાં લેવાશે નિર્ણય; જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 8 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એ કેન્દ્ર સરકારને નવા પ્રકાર ઓમિક્રોનના કેસો અંગે ડોકટરો, આરોગ્ય કાર્યકરો અને સ્વચ્છતા કાર્યકરો સહિત તમામ ફ્રન્ટલાઈન કામદારોને બૂસ્ટર ડોઝ આપવા વિનંતી કરી હતી. આ સિવાય સંસદની એક સમિતિએ હાલની રસીની અસરકારકતાના મૂલ્યાંકન અને બૂસ્ટર ડોઝની જરૂરિયાત પર સંશોધનની ભલામણ કરી છે. જાે કે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી. આ સાથે બાળકોના રસીકરણને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. જાે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે સરકાર વૈજ્ઞાનિક સલાહના આધારે બાળકોના રસીકરણ અને બૂસ્ટર ડોઝ અંગે ર્નિણય લેશે.કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને સમગ્ર વિશ્વ ચિંતામાં ગરકાવ થઈ ગયું છે. વિકસિત રાષ્ટ્રો ઉપરાંત ઘણા દેશોમાં બૂસ્ટર ડોઝની માંગ છે. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના નિષ્ણાતોના સ્ટ્રેટેજિક એડવાઈઝરી ગ્રુપની આજે બેઠક મળવા જઈ રહી છે. બેઠકમાં બુસ્ટર ડોઝને મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા છે. મીટિંગમાં રોગપ્રતિકારક શક્તિ, અસરકારકતા, સલામતી, પુરાવાઓ પર પણ ચર્ચા થઈ શકે છે.

 

આ વર્ષે સરકારને વેરાકીય આવકમાં જંગી વધારો થતાં સરકારે ઓઇલ બોન્ડ માટે અત્યાર સુધીની સૌથી મોટી ચૂકવણી કરી; આંકડો જાણી ચોંકી જશો તમે

Mumbai Rain: ગોવા પછી મુંબઈમાં પણ વરસાદ, સમુદ્રમાં ઊંચા મોજાનું એલર્ટ, આઈએમડીએ આપી આ ચેતવણી
Cyber ​​thug: સાયબર ઠગોએ લીધો જીવ! પુણેમાં નિવૃત્ત અધિકારીને ૧.૧૯ કરોડની છેતરપિંડીનો આઘાત, થયું દુઃખદ નિધન
Delhi Riots 2020: સત્તા પરિવર્તનના ષડયંત્ર હતા ૨૦૨૦ના રમખાણો… સુપ્રીમ કોર્ટમાં દિલ્હી પોલીસનો દાવો, ટ્રમ્પના પ્રવાસ સાથે શું છે કનેક્શન?
Akhtar Qutubuddin: નકલી વૈજ્ઞાનિક બનેલા અખ્તર કુતુબુદ્દીને પરમાણુ ડેટા ચોર્યો! ચિંતા વધારનારી ઘણી વસ્તુઓ મળી આવી
Exit mobile version