ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
4 જુલાઈ 2020
આફ્રિકન દેશ બોત્સ્વાનામાં, એક સાથે 356 આ હાથીઓ પ્રખ્યાત ઓકાવાંગો ડેલ્ટામાં માર્યા ગયા છે. આ આફ્રિકન દેશમાં હાથીઓની વસ્તી સૌથી વધુ છે. ત્યાં અંદાજિત એક લાખ 30 હજાર હાથીઓ રહે છે. "અમને ઓકાવાંગો ડેલ્ટાના ઉત્તરીય ભાગમાં 356 હાથીઓના મોત થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આમાંથી અમે હમણાં 275 હાથીઓના મોતની પુષ્ટિ કરીએ છીએ," એમ વન્યપ્રાણી અને રાષ્ટ્રીય ઉદ્યાનો વિભાગના કાર્યકારી ડિરેક્ટર સિરીલ તાઓલોએ કહ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે હજી સુધી હાથીઓના મોતનું કારણ જાણી શકાયું નથી. તે શિકારની શક્યતાને પણ નકારે છે, કારણકે હાથીઓના દાંત પણ જેમનાતેમ છે આથી એમ પણ ના કહી શકાય કે હાથી દાંત માટે તેમને મારવામાં આવ્યા હોય.. માર્યા ગયેલા હાથીઓના નમૂના લીધા બાદ, તેઓને દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને કેનેડામાં પરીક્ષણો માટે મોકલવામાં આવ્યા છે. ગયા મે મહિનામાં પણ 12 હાથીઓ માર્યા ગયા હતા.
મીડિયામાં લિક થયેલી સંસ્થાના અહેવાલમાં 356 હાથીઓના મોતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અંગે ઇડબ્લ્યુબીનું કહેવું છે કે તે વિસ્તારમાં હાથીઓ ત્રણ મહિનાથી મરી રહ્યા છે. જૂન 19, 2010 ના અહેવાલમાં જણાવાયું છે કે, "હાથીઓના 70 ટકા મૃતદેહો હાલના સમયના છે. જેનો અર્થ એ છે કે તેઓ લગભગ એક મહિના પહેલા મૃત્યુ પામ્યા હતા, જ્યારે 30 ટકા મૃતદેહો તાજા છે. મતલબ કે તેઓની થોડા અઠવાડિયા પહેલા હત્યા કરવામાં આવી હતી. " ઇડબ્લ્યુબીના અહેવાલમાં લખ્યું છે કે, "પુરાવા જોતા એ વાત સ્પષ્ટ છે કે તમામ વયના અને લિંગના હાથીઓની હત્યા કરવામાં આવી રહી છે." જ્યારે આ અહેવાલ મુજબ, જીવંત હાથીઓમાંથી, ઘણા હાથીની હાલત ખૂબ જ નબળી છે. તેઓ યોગ્ય રીતે ચાલવામાં પણ અસમર્થ છે.. આમ આટલી મોટી સંખ્યામાં હાથી મરવાની કારણ લેબ રિપોર્ટસ આવ્યા બાદ જ બહાર આવશે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
