News Continuous Bureau | Mumbai
Boycott Maldives: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Narendra Modi ) વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી બાદ માલદીવ ( Maldives ) પર ભારતનો ગુસ્સો ઓછો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સામાન્ય લોકોની સાથે ભારતની અગ્રણી ટ્રાવેલ કંપનીઓએ ( Travel companies ) પણ માલદીવ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, દેશની સૌથી મોટી ટ્રાવેલ કંપની EaseMyTrip એ માલદીવ માટે તેની તમામ ફ્લાઈટ ( flights ) બુકિંગ ( booking Cancel ) કેન્સલ કરી દીધી છે. કંપનીના કો-ફાઉન્ડર અને સીઈઓ નિશાંત પિટ્ટીએ ( Nishant Pitti ) પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. નિશાંત પિટ્ટીએ કહ્યું છે કે દેશની એકતામાં જોડાઈને, EaseMyTrip એ માલદીવની તમામ ફ્લાઈટ બુકિંગ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
In solidarity with our nation, @EaseMyTrip has suspended all Maldives flight bookings ✈️ #TravelUpdate #SupportingNation #LakshadweepTourism #ExploreIndianlslands #Lakshadweep#ExploreIndianIslands @kishanreddybjp @JM_Scindia @PMOIndia @tourismgoi @narendramodi @incredibleindia https://t.co/wIyWGzyAZY
— Nishant Pitti (@nishantpitti) January 7, 2024
ઉલ્લેખનીય છે કે ભારત અને માલદીવ વચ્ચે વધી રહેલા વિવાદ વચ્ચે, હેશટેગ #BoycottMaldives સોશિયલ મીડિયા પર ટેંડ્ર કરી રહ્યો છે. કારણ કે ભારતીય પ્રવાસીઓએ ( Indian tourists ) આ ટાપુ રાષ્ટ્રમાં તેમની મુસાફરી રદ કરવાનું શરૂ કર્યું છે.
મંત્રી મરિયમ શિયુનાની સાથે માલશા શરીફ અને મહજૂમ મજીદને સસ્પેન્ડ કરી દીધા હતા..
મળતી માહિતી મુજબ, ભારતના ઉગ્ર વિરોધ બાદ કાર્યવાહી કરતા માલદીવ સરકારે પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ મંત્રી મરિયમ શિયુનાની સાથે માલશા શરીફ અને મહજૂમ મજીદને સસ્પેન્ડ કરી દીધા હતા. માલદીવ સરકારના પ્રવક્તા, મંત્રી ઈબ્રાહિમ ખલીલે જણાવ્યું હતું કે વિવાદાસ્પદ ટિપ્પણીઓ માટે જવાબદાર ત્રણ મંત્રીઓને તાત્કાલિક અસરથી તેમના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Gyanvapi Case: જ્ઞાનવાપી વિવાદ પર હવે આવ્યું કિન્નર અખાડાના મહામંડલેશ્વરનું નિવેદન.. કહ્યું કોઈ ASI સર્વેની જરુર નથી.. જાણો વિગતે..
વાસ્તવમાં આ આખો મામલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષદ્વીપ ( Lakshadweep ) પ્રવાસ બાદ શરૂ થયો હતો. લક્ષદ્વીપની મુલાકાત લીધા બાદ પીએમ મોદીએ તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સાથે તેણે ભારતીયોને આ ટાપુની મુલાકાત લેવાની યોજના બનાવવાની પણ અપીલ કરી હતી. આ પછી માલદીવની યુવા સશક્તિકરણની ઉપમંત્રી મરિયમ શિયુનાએ પીએમ મોદીની આ પોસ્ટ પર વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી. જો કે ટ્વીટ પર લોકોની ટીકા સામે આવ્યા બાદ, મરિયમ તે ટીપ્પણીઓને ડીલીટ પણ કરી દીધી હતી.
નોંધનીય છે કે, માલદીવના પૂર્વ મંત્રીના નિવેદનની માલદીવ નેશનલ પાર્ટીએ પણ ટીકા કરી હતી. એક પોસ્ટમાં, માલદીવ નેશનલ પાર્ટીએ કહ્યું હતું કે માલદીવ નેશનલ પાર્ટી એક વિદેશી રાજ્યના વડા વિરુદ્ધ સરકારી અધિકારી દ્વારા કરવામાં આવેલી જાતિવાદી અને અપમાનજનક ટિપ્પણીની નિંદા કરે છે. આ અસ્વીકાર્ય છે. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે સંડોવાયેલા લોકો સામે જરૂરી પગલાં લેવામાં આવે.