ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
8 જુલાઈ 2020
દક્ષિણ અમેરિકાના સૌથી મોટા દેશ બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનોરો સ્વયમ કોરોના ગ્રસ્ત થયા છે. આની જાહેરાત તેમણે જાતે એક ટી.વી ઇન્ટરવ્યુ દરમ્યાન કરી હતી. થોડા ફ્લૂના લક્ષણો જણાતા તેમણે ડોક્ટર ની સલાહ લઈ કોરોનાનું પરીક્ષણ કરાવ્યું હતું જેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તેમને ઉમેર્યું હતું કે 'થોડો તાવ આવવા છતાં તેમની તબિયત સારી છે'.
બોલ્સોનોરોએ જણાવ્યું હતું કે તેઓ રવિવારે અશક્તિ અને અનઇઝી મહેસુસ કરતાં હતાં આથી સામેથી કોવિડ -19 સામે અપ્રુવ થયેલી હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન નામની દવા ડોક્ટરને પૂછીને લઇ રહયાં છે. નોંધનીય છે કે બ્રાઝિલ, યુનાઇટેડ સ્ટેટ્સ પછી વિશ્વનો બીજો દેશ છે જયાં કોરોના નો સૌથી વધુ ફેલાવો છે. લેટિન અમેરિકાના સૌથી મોટા દેશમાં 1.6 મિલિયનથી વધુ પુષ્ટિવાળા કેસો છે અને 65,000 ના COVID-19 થી મોત થયું છે….
આટલા મોત થયા બાદ ગયા જૂનના અંતમાં ન્યાયાધીશ દ્વારા જાહેરમાં માસ્ક પહેરવાના આદેશ કર્યા પછી પણ, પ્રમુખ બોલ્સોનારોએ જાહેરમાં માસ્ક પહેરવાના આદેશને વારંવાર વખોડી કાઢયા છે. બોલ્સોનાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આપાયેલા સામાજિક અંતર જાળવવાના નિયમોની વિરુધ્ધ વર્તન કરતાં આવ્યાં છે. ગયા સપ્તાહના અંતમાં, બોલ્સોનારો ઘણા જાહેર કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com