ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ BRICS સમૂહના દેશોના વડાઓનું આજે વાર્ષિક શિખર સંમેલન યોજાશે. આ 13મું શિખર સંમેલન વર્ચ્યુઅલ માધ્યમમાં હશે.
ભારતે ચાર અગ્રતા ક્ષેત્રો પર ભાર મૂક્યો છે, જેમાં બહુપક્ષીય પ્રણાલીમાં સુધારો, આતંકવાદ વિરોધી પગલા, સતત વિકાસ લક્ષ્યો હાંસલ કરવા માટે ડિજિટલ અને તકનીકી સાધનોનો ઉપયોગ કરવો અને લોકો વચ્ચેનાં સંચારમાં વધારો કરવો.
આ સાથે, નેતાઓ કોવિડ-19 મહામારીની અસર અને અન્ય વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિચાર શેર કરશે.
આજની બેઠકમાં બ્રાઝિલના પ્રમુખ જાયર બોલ્સોનારો, સાઉથ આફ્રિકાના પ્રમુખ સિરીલ રેમ્ફોસા, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ હાજરી આપશે.
મોદીના અધ્યક્ષપદ હેઠળ આ બીજી વાર BRICS શિખર સંમેલન યોજાશે. આ પહેલાં 2016માં મોદીએ ગોવા શિખર સંમેલનમાં અધ્યક્ષપદ સંભાળ્યું હતું.
BRICSની સ્થાપનાનું આ 15મું વર્ષ છે અને 13મું શિખર સંમેલન છે. BRICS એટલે બ્રાઝિલ, રશિયા, ઈન્ડિયા, ચાઈના અને સાઉથ આફ્રિકા.
મહિલાઓના વિરોધ પ્રદર્શનથી ડરી ગયું તાલિબાન, પ્રદર્શનને રોકવા માટે બનાવ્યા આ નિયમો; જાણો વિગતે