Delhi Pollution: યા તો BS6 અથવા U-Turn: દિલ્હી પોલીસે બોર્ડર પરથી હજારો ગાડીઓ પાછી વાળી, VIP કાર સામે પણ કડક કાર્યવાહી

Delhi Pollution યા તો BS6 અથવા U-Turn દિલ્હી પોલીસે બોર્ડર પરથી હજારો ગાડીઓ

News Continuous Bureau | Mumbai
Delhi Pollution દિલ્હીમાં વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે કેજરીવાલ સરકાર દ્વારા BS6 એન્જિન સિવાયના અન્ય તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 1 એપ્રિલ 2020 પહેલા નોંધાયેલા વાહનો હવે દિલ્હીમાં પ્રવેશી શકશે નહીં. કડક સુરક્ષા વચ્ચે દિલ્હી પોલીસ બોર્ડર પરથી વાહનોને પરત મોકલી રહી છે અને નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી કરી રહી છે.

માત્ર BS6 વાહનોને જ મંજૂરી

દિલ્હી સરકારના નવા આદેશ મુજબ, હવે રાજધાનીમાં પ્રવેશવા માટે વાહનોએ BS6 માનક પૂર્ણ કરવા જરૂરી છે.BS5, BS4, BS3 અને તેનાથી જૂના એન્જિન ધરાવતા વાહનોને દિલ્હીમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.જો તમારું વાહન 1 એપ્રિલ 2020 પહેલા ખરીદેલું છે અને દિલ્હી બહાર રજિસ્ટર્ડ છે, તો તે દિલ્હી માટે અમાન્ય ગણાશે. પછી ભલે તે ગાડી સારી સ્થિતિમાં હોય કે તેની EMI ચાલુ હોય.

ધારાસભ્યના સ્ટીકરવાળી ગાડીનો પણ દંડ

GRAP-4 ના નિયમો કેટલા કડક છે તેનો અંદાજ આજે બોર્ડર પર જોવા મળ્યો.ઝાંસીના ધારાસભ્ય રવિ શર્માના સ્ટીકરવાળી ગાડીને પોલીસે રોકી હતી. ડ્રાઈવરે ધારાસભ્યને લેવા જતા હોવાની રજૂઆત કરી હોવા છતાં, પોલીસે નિયમોનું હવાલો આપી ગાડીનો દંડ (ચલણ) કાપ્યો હતો અને તેને બોર્ડર પરથી જ પરત મોકલી દીધી હતી.

આ સમાચાર પણ વાંચો : Fog Hits Delhi-NCR:દિલ્હી-NCRમાં ધુમ્મસનો કહેર: વિઝિબિલિટી ઝીરો થતા 22 ટ્રેનોના પૈડાં થંભ્યા, ફ્લાઈટના શિડ્યુલ ખોરવાતા મુસાફરો અટવાયા

દિલ્હી બોર્ડર પર ટ્રાફિક અને તપાસ

દિલ્હી પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા દરેક વાહનની કડક તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ મુસાફરોને આગ્રહ કરી રહી છે કે જો તેમની પાસે BS6 વાહન ન હોય, તો દિલ્હી તરફ આવવાનું ટાળે અને બોર્ડર પરથી જ યુ-ટર્ન લઈ લે. અચાનક અમલી બનેલા આ નિયમને કારણે બહારના રાજ્યોમાંથી આવતા હજારો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.