ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
15 જાન્યુઆરી 2021
સંસદનું બજેટ સેશન 29 જાન્યુઆરીથી શરૂ થશે અને બે ભાગમાં 8 એપ્રિલ સુધી ચાલશે. આ દરમિયાન એક ફેબ્રુઆરીએ સંસદમાં સામાન્ય બજેટ (નાણાકીય વર્ષ 2021-22) રજૂ કરવામાં આવશે.
@ આવો જાણીએ, કોરોના કાળની મંદી બાદ પ્રથમવાર આવતાં આર્થિક બજેટમાં નાણામંત્રી નર્મલા સીતારમણ પાસે લોકોને શું અપેક્ષાઓ છે?
જાણો નીચેના 10 મુદ્દા દ્વારા..
1.) હાલમાં આવકવેરા અધિનિયમ 80 CCE હેઠળ સેક્શન 80C, 80CCC અને 80CCD(1) હેઠળ એક વર્ષમાં કુલ 1.50 લાખની આવક પર આવકવેરામાંથી મુક્તિ મળી શકે છે. આશા છે કે નાણામંત્રી તેને વધારીને 2.5 લાખ કરશે.
2.) સૉવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ (SGBs) હેઠળ કેપિટલ ગેન્સને પ્રોવિઝનમાં છૂટછાટ આપશે. કોઈ ખાસ વર્ષનું રેફરેંસ નહીં હોય.
3.) રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS) ખાતું બંધ થવા પર ઉપાડની રકમમાંથી 60 ટકા જ ટેક્સમાંથી છૂટ મળે છે. લોકોની માંગ છે કે NPSમાંથી ઉપાડ પર સંપૂર્ણ રકમ ટેક્સ મુક્ત મળે.
4.) આવકવેરા કાયદાની કલમ 198 હેઠળ જો વિદેશમાં કર કપાત આપવામાં આવે છે, તો તે આકારણીની કુલ આવક તરીકે માનવી જોઈએ. આ માટેની વિશેષ જોગવાઈની અપેક્ષા છે.
5.) ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ (DDT) ને ખતમ કરવા માટે ઘણા સુધારાઓની જરૂર છે. સેક્શન 243 હેઠળ જો કરદાતાએ એડવાન્સ ટેક્સ ભરવો હોય અને જો તે ચૂક કરે છે, તો કરદાતાને તેના પર વ્યાજ ચૂકવવું પડે છે.
6.) બહુરાષ્ટ્રીય કંપનીઓનું કહેવું છે કે કોરોના વાયરસ રોગચાળાને કારણે નાણાં મંત્રાલયે કોર્પોરેટ ટેક્સમાં સુધારો લાવવો જોઈએ.
7.) તેના સિવાય સરકારી બેંકોની સંખ્યા પણ 2021-22 ના બજેટથી ઘટાડવાની ધારણા છે. જાહેર ક્ષેત્રની બેંકોને બજેટમાં મર્જ કરવાની જાહેરાત પણ થઈ શકે છે.
8.) ઓટોમોબાઈલ્સની માંગને પ્રોત્સાહિત કરીને તબક્કાવાર જુના, પ્રદૂષિત વાહનોને હટાવવામાં આવશે.
9.) સરકાર રેલવેમાં ખાનગી રોકાણ વધારવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે અને મુસાફરોની સલામતી અંગે વધુ જાહેરાત પણ થઈ શકે છે.
10.) દેશનો વેપારી વર્ગના બિઝનેસને ફરીથી ઉભો કરવા બજેટમાં જીએસટીમાં ઘટાડો, ઓછા વ્યાજ પર લોનની આશા સેવી રહયાં છે.
