ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
નવી દિલ્હી
29 જાન્યુઆરી 2021
આજથી સંસદનુ બજેટ સત્ર શરૂ થશે,આજે તા.29 જાન્યુઆરીથી 8 એપ્રિલ સુધી બજેટ સત્ર ચાલશે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ સવારે 11 વાગે બંને ગૃહોને સંબોધિત કરશે ત્યારબાદ ગૃહમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરાશે અને 1 ફ્રેબ્રુઆરીએ નાણામંત્રી બજેટ રજૂ કરશે. બજેટ સત્ર દરમિયાન રેલવે સાથે જોડાયેલી અનેક પરિયોજનાઓ અંગે જાહેરાત સાથે વધુ સુવિધાઓ,ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ બુલેટ ટ્રેન નેટવર્કને લઈ સરકાર પોતાની યોજના જાહેર કરે તેવી શક્યતા વર્તાઈ રહી છે.
કેન્દ્રિય બજેટ 1 ફેબ્રુઆરી 2021 ના રોજ રજૂ થનાર છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બજેટ રજૂ કરશે. જોકે કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા આ વર્ષનું બજેટ સત્ર પેપરલેસ રાખવામાં આવ્યું છે અને તેને જનતા સુધી પહોંચાડવા માટે એક એપ શરૂ કરવામાં આવી છે. જેથી સામાન્ય લોકો અને સાંસદો સરળતાથી બજેટ વિશે માહિતી મેળવી શકે. આ એપ્લિકેશનનું નામ છે ‘Union Budget Mobile App’ જે તાજેતરમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા શરૂ કરાઈ છે. આ એપ્લિકેશન પર બજેટની માહિતી મેળવવાની પ્રક્રિયા ઘણી સરળ અને ઝડપી છે. આ એપ્લિકેશનને સંવિધાન દ્વારા સૂચવેલા વાર્ષિક નાણાકીય અહેવાલ, ડિમાન્ડ ઓફ ગ્રાન્ટ્સ (ડીજી), નાણાં બિલ વગેરે સહિતના 14 કેન્દ્રીય બજેટ દસ્તાવેજોની એક્સેસ મળશે.
મોબાઇલ એપ્લિકેશનમાં આ સુવિધાઓ હશે :
-
આ મોબાઇલ એપ્લિકેશનમાં બજેટના તમામ દસ્તાવેજો છે. તેમાં વાર્ષિક નાણાકીય નિવેદન, અનુદાન માટેની માંગ, નાણાં વિધેયક વગેરે વિશેની માહિતી હશે.
-
આ એપ્લિકેશનમાં ડાઉનલોડિંગ,પ્રિન્ટિંગ,સર્ચ, ઝૂમ-ઇન અને આઉટ, ઍક્સ્ટર્નલ લિંક જેવી સુવિધાઓ છે.
-
આ એપ્લિકેશન અંગ્રેજી અને હિન્દી બંને ભાષાઓમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. તે બંને Android અને iOS પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે.
-
આ એપ્લિકેશન એન્ડ્રોઇડ અને iOS બંને ડિવાઇસ પર ઉપલબ્ધ કરાઈ છે. એન્ડ્રોઇડ યુઝર્સ તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે અને આઇફોન અને આઈપેડ યુઝર્સ તેને એપ સ્ટોરથી ડાઉનલોડ કરી શકે છે.
-
આ મોબાઈલ એપ્લિકેશન યુનિયન બજેટ વેબ પોર્ટલ www.indiabudget.gov.in પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે.
-
નાણાં પ્રધાન દ્વારા સંસદમાં બજેટ ભાષણ પૂર્ણ થયા બાદ બજેટ દસ્તાવેજો આ એપ પર ઉપલબ્ધ થશે.
જો તમે આ બજેટ ભાષણ ટેક્સ્ટ દસ્તાવેજ ઉપરાંત લાઇવ જોવા માંગો છો, તો તેને ટીવી સાથે તમારા મોબાઇલ પર લાઇવ પણ જોઈ શકો છો. આ માટે, તમારે લોકસભા વેબસાઇટ https://loksabhatv.nic.in/ પર જવું પડશે.
