Site icon

આ વર્ષનું બજેટ હશે પેપરલેસ, નાણાં પ્રધાને લોન્ચ કરી આ એપ્લીએશન, આ એપ્લિકેશન આપશે તમને બજેટની દરેક માહિતી અને લાઈવ અપડેટસ. જાણો કેવી રીતે અને ક્યાંથી કરી શકશો ડાઉનલોડ. 

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

નવી દિલ્હી

Join Our WhatsApp Community

29 જાન્યુઆરી 2021

આજથી સંસદનુ બજેટ સત્ર શરૂ થશે,આજે તા.29 જાન્યુઆરીથી 8 એપ્રિલ સુધી બજેટ સત્ર ચાલશે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ સવારે 11 વાગે બંને ગૃહોને સંબોધિત કરશે ત્યારબાદ ગૃહમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરાશે અને 1 ફ્રેબ્રુઆરીએ નાણામંત્રી બજેટ રજૂ કરશે. બજેટ સત્ર દરમિયાન રેલવે સાથે જોડાયેલી અનેક પરિયોજનાઓ અંગે જાહેરાત સાથે વધુ સુવિધાઓ,ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ બુલેટ ટ્રેન નેટવર્કને લઈ સરકાર પોતાની યોજના જાહેર કરે તેવી શક્યતા વર્તાઈ રહી છે.

કેન્દ્રિય બજેટ 1 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ રજૂ થનાર છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બજેટ રજૂ કરશે. જોકે કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા આ વર્ષનું બજેટ સત્ર પેપરલેસ રાખવામાં આવ્યું છે અને તેને જનતા સુધી પહોંચાડવા માટે એક એપ શરૂ કરવામાં આવી છે. જેથી સામાન્ય લોકો અને સાંસદો સરળતાથી બજેટ વિશે માહિતી મેળવી શકે. આ એપ્લિકેશનનું નામ છે ‘Union Budget Mobile App’ જે તાજેતરમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા શરૂ કરાઈ છે. આ એપ્લિકેશન પર બજેટની માહિતી મેળવવાની પ્રક્રિયા ઘણી સરળ અને ઝડપી છે. આ એપ્લિકેશનને સંવિધાન દ્વારા સૂચવેલા વાર્ષિક નાણાકીય અહેવાલ, ડિમાન્ડ ઓફ ગ્રાન્ટ્સ (ડીજી), નાણાં બિલ વગેરે સહિતના 14 કેન્દ્રીય બજેટ દસ્તાવેજોની એક્સેસ મળશે. 

 

મોબાઇલ એપ્લિકેશનમાં આ સુવિધાઓ હશે : 

 

 

જો તમે આ બજેટ ભાષણ ટેક્સ્ટ દસ્તાવેજ ઉપરાંત લાઇવ જોવા માંગો છો, તો તેને ટીવી સાથે તમારા મોબાઇલ પર લાઇવ પણ જોઈ શકો છો. આ માટે, તમારે લોકસભા વેબસાઇટ https://loksabhatv.nic.in/ પર જવું પડશે.  

 

Piyush Goyal on Fuel Supply: ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને LPGની અછત નથી, મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે કેન્દ્રીય મંત્રીની મોટી સ્પષ્ટતા; વાંચો સરકારનો પ્લાન
Cancelled Train List April 2026: શું તમારી ટ્રેન પણ રદ થઈ છે? એપ્રિલ મહિનામાં ભોપાલ રૂટ પર મુસાફરી કરતા પહેલા વાંચી લેજો આ ન્યૂઝ; ગોંદિયામાં કામને લીધે ટ્રાફિક બ્લોક
Made in India Bullet Train: ભારતની પ્રથમ બુલેટ ટ્રેન હવે હશે ‘સ્વદેશી’! જાપાનને બદલે ભારતમાં જ બનશે હાઈ-સ્પીડ ટ્રેન સેટ; જાણો ક્યારે શરૂ થશે ટ્રાયલ.
LPG Shortage Crisis: LPG સંકટમાં મુંબઈના રેસ્ટોરન્ટ્સ ઘેરાયા! ૨૦% હોટેલ્સ પર લાગી શકે છે તાળા; NRAI ની એડવાઈઝરીથી ખળભળાટ
Exit mobile version