ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 ફેબ્રુઆરી 2022
મંગળવાર.
આજે નિર્મલા સીતારમણ આજે સંસદમાં સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. કોરોનાની ત્રીજી લહેર અને મોંઘવારીના દૌરમાંથી પસાર થઇ રહેલી આમ જનતા ને આ બજેટ પાસે ઘણી આશાઓ હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ બજેટમાં જાહેરાતો દ્વારા જણાવ્યું કે કઈ વસ્તુઓ સસ્તી થશે અને કઈ મોંઘી થશે. વાસ્તવમાં, તેમણે તમામ વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી, આયાત ડ્યુટી સહિત તમામ ડ્યુટી વધારવા અને ઘટાડવાની વાત કરી હતી. તો ચાલો જાણીએ આ જાહેરાતોને કારણે શું સસ્તું અને શું મોંઘું થશે.
આ વસ્તુઓ થઈ સસ્તી
-ચામડું, કૃષિ સામાન, ટ્રાન્સફોર્મર, પેકેજિંગ બોક્સ, મોબાઈલ ફોન ચાર્જર સસ્તા થશે.
– હીરા અને રત્નો પર કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 5 ટકા કરાઇ છે.
– કપડાં અને વિદેશથી આવતા મશીનો સસ્તી થશે.
– ચામડાની વસ્તુઓ સસ્તી થશે.
– જૂતાં ચપ્પલ અને હીરાના ઘરેણાં સસ્તા થશે.
– સ્ટીલ સ્ક્રેપ અને મેંથા ઓઈલ સસ્તું થયું.
આ વસ્તુઓ થઈ મોંઘી
– આયાત જકાતમાંથી મુક્તિ દૂર કરીને કેપિટલ ગુડ્સ પર આયાત જકાત 7.5 ટકા લાદવામાં આવી છે.
– ઈમિટેશન જ્વેલરી પર કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી છે જેથી તેની આયાત ઘટાડી શકાય.
– વિદેશી છત્રી પણ મોંઘી થશે.
-આ સિવાય આ વર્ષે ઓક્ટોબરથી નોન-બ્લેન્ડિંગ ઈંધણ પર 2 રૂપિયા પ્રતિ લિટરના દરે એક્સાઈઝ ડ્યૂટી વસૂલવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અગાઉના બજેટમાં કોટન, સિલ્ક, પ્લાસ્ટિક, લેધર, ઈલેક્ટ્રોનિક્સ આઈટમો, ઓટો પાર્ટસ, સોલાર પ્રોડક્ટ, મોબાઈલ ચાર્જર, ઈમ્પોર્ટેડ કપડા, જેમ્સ, એલઈડી બલ્બ, ફ્રીજ/એસી અને દારૂ મોંઘો થયો છે. બીજી તરફ નાયલોનના કપડાં, લોખંડ, સ્ટીલ, તાંબાની વસ્તુઓ, સોનું, ચાંદી અને પ્લેટિનમ જેવી વસ્તુઓ સસ્તી થઈ છે.