ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
27 નવેમ્બર 2020
નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે બાકીના 47 ટકા કામો માટે ભારતના સૌથી મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જાપાનની સરકારે હિંમતભેર ભારતના આ પગલાને બિરદાવ્યું પણ છે. આમ તો મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેકટ 2022 મા પૂર્ણ થવાનો હતો. પરંતુ જમીન સંપાદનનું થોડું કામ બાકી હોવાથી ડેડલાઈન હજી બે વર્ષ આગળ ધપાવવી પડશે, કારણ કે એનએચએસઆરસીએલે કામ શરૂ થવાની તારીખથી પૂર્ણ કરવા માટે ચાર વર્ષનો સમયગાળો નક્કી કર્યો છે.
લાર્સન અને ટુબ્રો સાથે કરાર પર હસ્તાક્ષર કરવાથી મુંબઈ- અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોરના 508 કિલોમીટર માટે વાપી (મહારાષ્ટ્ર-ગુજરાત સરહદ પર) અને વડોદરા વચ્ચેના 237 કિલોમીટર લંબાઈના વાયડક્ટના ડિઝાઇન અને બાંધકામનો સમાવેશ થાય છે.
જોકે ભારત સરકાર 2022 મા સ્વતંત્રતાના 75 વર્ષ પુરા થવાના અવસરે ભારતને તેની પ્રથમ બુલેટ ટ્રેન ભેટ આપવા માટે નિષ્ઠાવાન પ્રયાસો કરી રહી છે.