Site icon News Continuous Bureau | Mumbai

ભારતને આઝાદીની ડાયમંડ જ્યુબિલી પર બુલેટ ટ્રેનની ભેટ નહીં મળે..!! શા કારણે ડેડલાઈન લંબાવવી પડી… જાણો વિગત.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
27 નવેમ્બર 2020

નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે બાકીના 47 ટકા કામો માટે ભારતના સૌથી મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જાપાનની સરકારે હિંમતભેર ભારતના આ પગલાને બિરદાવ્યું પણ છે. આમ તો મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેકટ 2022 મા પૂર્ણ થવાનો હતો. પરંતુ જમીન સંપાદનનું થોડું કામ બાકી હોવાથી ડેડલાઈન હજી બે વર્ષ આગળ ધપાવવી પડશે, કારણ કે એનએચએસઆરસીએલે કામ શરૂ થવાની તારીખથી પૂર્ણ કરવા માટે ચાર વર્ષનો સમયગાળો નક્કી કર્યો છે.

Join Our WhatsApp Channel

લાર્સન અને ટુબ્રો સાથે કરાર પર હસ્તાક્ષર કરવાથી મુંબઈ- અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોરના 508 કિલોમીટર માટે વાપી (મહારાષ્ટ્ર-ગુજરાત સરહદ પર) અને વડોદરા વચ્ચેના 237 કિલોમીટર લંબાઈના વાયડક્ટના ડિઝાઇન અને બાંધકામનો સમાવેશ થાય છે.

જોકે ભારત સરકાર 2022 મા સ્વતંત્રતાના 75 વર્ષ પુરા થવાના અવસરે ભારતને તેની પ્રથમ બુલેટ ટ્રેન ભેટ આપવા માટે નિષ્ઠાવાન પ્રયાસો કરી રહી છે.

Raihan Vadra Photo Exhibition પ્રિયંકા ગાંધીના પુત્રના એક્ઝિબિશન પર કાતર કેમ ચાલી? એવા કયા ૭૪ ફોટા હતા જેનાથી બિકાનેર હાઉસ પ્રશાસન ફફડી ઉઠ્યું જાણો અસલી વિવાદ!
Sonia Gandhi Instagram Debut સોનિયા ગાંધીનું ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ પ્રથમ વીડિયો શેર કરી પોતાની બહુચર્ચિત આત્મકથા ‘બિલોંગિંગ’ની પહેલી ઝલક દર્શાવી!
SIR Dispute Amit Shah ચૂંટણી હાર્યા પછી પંચ પર દોષનો ટોપલો ઢોળવાનું બંધ કરો! રાહુલ ગાંધીને અમિત શાહની સલાહ ‘જનતાનો વિશ્વાસ જીતો..’
Amit Shah Slams Rahul Gandhi ‘આગામી ૩૦ વર્ષ તમારો વારો નથી આવવાનો, મને ખબર છે તમે વિદેશમાં…’ અમિત શાહે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન
Exit mobile version