ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
05 સપ્ટેમ્બર 2020
ભારતની પ્રથમ બુલેટ ટ્રેન ગણાતી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ ગણાતા મુંબઇ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લાગી ગઈ છે બ્રેક. ભારતમાં આ પ્રોજેકટ ડિસેમ્બર 2023 સુધીમાં કાર્યરત થવાનો હતો જેને બદલે હવે ઓક્ટોબર 2028 માં કાર્યરત કરવામાં આવશે. આમ ભારતનો પહેલો બુલેટ ટ્રેન પ્રોજેક્ટમા પાંચ વર્ષનો વિલંબ થવાની શંકા સેવાઈ રહી છે, કારણ કે તેનું કામ અનેક મોરચાઓ પર અટવાયું છે – જે નીચે મુજબ છે..
# કોરોનાના તાળાબંધીને કારણે સંપૂર્ણ કામ ઠપ્પ થયું.
# લોકડાઉન ને કારણે આર્થીક મંદી નડી.
# જાપાની કંપનીઓ દ્વારા ઓછી ભાગીદારી.
# ટેન્ડરમાં ભાગીદારો દ્વારા ટાંકવામાં આવેલા બેહદ નીચા દર.
# 508 કિલોમીટરના મુંબઇ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરનું નિર્માણ માટે જમીનની કમી.
# મહારાષ્ટ્રમાં જરૂરી 430 હેક્ટરમાંથી માત્ર 100 હેક્ટર જમીન જ સંપાદન થઈ શકી છે.
# જાપાનની 80% અને ભારતની 0.1% લોન સાથે 15-વર્ષની મુદત નક્કી કરવામાં આવી છે.
# ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવા વેળાએ ઓગસ્ટ 2022 સુધીમાં પ્રોજેક્ટનો મોટા ભાગનો માર્ગ ખોલવાનું આયોજન હતું પરંતુ મુંબઈ નજીકના સમુદ્રના ભાગના – 21 કિ.મી.ની ભૂગર્ભ પટ્ટી માટેના ટેન્ડરમાં જાપાની ભાગીદારો મળી નથી રહયાં.
# જાપાનની કંપનીઓ દ્વારા આવેલા 11 ટેન્ડરમા, અંદાજ કરતાં 90% ઉંચી કિંમત ટાંકવામાં આવી છે.
# એકલા 21-કિ.મી.ના બાંધકામમાં માટે મોટા, અદ્યતન બોરિંગ મશીનોની જરૂર પડશે. જે જાપાનથી મંગાવવા પડશે. # આ યોજનાને પૂર્ણ થવા માટે 60 મહિનાથી વધુનો સમય લાગશે.
# ગુજરાત સરકારના સક્રિય સમર્થનને કારણે, વર્ષના અંત સુધીમાં આશરે 1000 હેક્ટર જમીન સંપાદન કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે..
જાપાનના વડા પ્રધાન શિંજો આબેના પદ છોડવાનાથી સત્તાવાર રીતે ચર્ચા વિચારણાને કોઈ અસર નહીં થાય, તેમ આ પત્રમાં જણાવ્યું હતું..