Site icon

BIS Raids : ઈલેક્ટ્રીક કેબલના ઉત્પાદન એકમ પર ભારતીય માનક બ્યુરોના દરોડા

BIS Raids : ભારતીય માનક બ્યુરોની પૂર્વ પરવાનગી વિના માનક ચિહ્નનો ઉપયોગ કરવાવાળાની વિરુદ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમ, 2016ના અનુચ્છેદ-17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવામાં ઓછામાં ઓછા રૂ. 2 લાખ આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.

Bureau of Indian Standards raids on electric cable manufacturing unit

Bureau of Indian Standards raids on electric cable manufacturing unit

News Continuous Bureau | Mumbai 

BIS Raids : ભારતીય માનક બ્યુરોના(BIS) અધિકારીઓ દ્વારા બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વિના આઈએસઆઈ માર્ક ધરાવતા ઈલેક્ટ્રીક કેબલના ઉત્પાદનમાં સામેલગીરીની માહિતીના આધારે તા. 20 સપ્ટેમ્બર, 2023ના રોજ મેસર્સ સીમ્સ કેબલ ઈન્ડસ્ટ્રીઝ, ગોડાઉન નંબર 7, યુનિવર્સલ એસ્ટેટ, પીરાણા રોડ, બહેરામપુરા, અમદાવાદ, ગુજરાતની ઉપર હાલમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી. દરોડા દરમિયાન મેસર્સ સીમ્સ કેબલ ઈન્ડસ્ટ્રીઝને ત્યાં લગભગ 16850 મીટર કેબલ જપ્ત કરવામાં આવ્યો.

Join Our WhatsApp Community

આ ઉત્પાદન ભારત સરકારના આદેશ મુજબ ફરજિયાત પ્રમાણીકરણમાં આવે છે, જે સૂચવે છે કે કોઈપણ વ્યક્તિ ભારતીય માનક બ્યુરોમાંથી માનક ચિહ્ન માટે (ISI) લાયસન્સ મેળવ્યા વિના ઉત્પાદક ઉત્પાદન કરી શકશે નહીં. ભારતીય માનક બ્યુરોની પૂર્વ પરવાનગી વિના માનક ચિહ્નનો ઉપયોગ કરવાવાળાની વિરુદ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમ, 2016ના અનુચ્છેદ-17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવામાં ઓછામાં ઓછા રૂ. 2 લાખ આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.

આ સમાચાર પણ વાંચો : Women Reservation Bill: મહિલા અનામત બિલ લોકસભામાં પાસ. તરફેણમાં 454 તો વિરુદ્ધમાં આટલા મત પડ્યા.. આજે રાજ્યસભામાં કરાશે રજૂ

બેઈમાન ઉત્પાદક જનતાને છેતરવા માટે લાયસન્સ વિના ભારતીય માનક બ્યુરો (ISI) માર્કનો દુરુપયોગ કરતા હોય છે. ભારતીય માનક બ્યુરોની અમદાવાદ શાખા સમયાંતરે આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે આઈએસઆઈ માર્કના દુરુપયોગની મળેલી કે કરેલી ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબંધ દરોડા કરતી હોય છે. કોઈપણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરોના માનકચિહ્નના દુરુપયોગની જાણકારી હોય તો તે એના વિશે પ્રમુખ ભારતીય માનક બ્યુરો, ત્રીજો માળ, નવજીવન અમૃત જયંતિ ભવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ-380014 ફોન નં. 079-27540314 પર લખી શકે છે. ફરિયાદ ને ahbo@bis.gov.in અથવા પર ઈમેઈલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
BJP Organizational Changes: અધ્યક્ષ બનતા જ નિતિન નબીનનો માસ્ટરસ્ટ્રોક! વિનોદ તાવડે અને આશિષ શેલારને સોંપી મોટી જવાબદારી; ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફાર
Sunita Williams: અવકાશના ક્ષેત્રમાં એક યુગનો અંત: 27 વર્ષની સેવા અને 608 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા બાદ સુનિતા વિલિયમ્સ નાસામાંથી નિવૃત્ત.
Nitin Nabin BJP President: નિતિન નબીન બન્યા ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ; બિહારના કદાવર નેતા સામે સંગઠન મજબૂત કરવાના આ છે મુખ્ય પડકારો.
Exit mobile version