News Continuous Bureau | Mumbai
BIS: ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા માન્ય લાયસન્સ લીધા વગર આઈ એસ આઈ ( ISI Mark ) માર્કવાળા પૉલિએસ્ટર સ્ટેપલ રેશેના ( polyester staple fiber ) ઉત્પાદનમાં રોકાયેલા યુનિટ મેસર્સ અક્ષત ફાઈબર, પ્લોટ નંબર- 265/1/3 ડેમિની રોડ, ગામ- દાદરા, સિલવાસા, દાદરા નગર હવેલી ( Dadra and Nagar Haveli ) -396230 અને નેકસ્ટજેન ફાઈબર પ્રાઈવેટ લિમિટેડ સર્વે નંબર-118/2,119/2,119/3,119/4, ગામ-સિલી સિલ્વાસા દાદરા અને નગર હવેલી-396230 તારીખ. 21.05.2024ના રોજ દરોડાની કાર્યવાહી કરવામાં આવી. દરોડા દરમિયાન, મેસર્સ અક્ષત ફાઈબર યુનિટમાંથી ISI માર્ક વગર 204 Bales (લગભગ 57 MT) અને નેકસ્ટજેન ફાઈબર પ્રાઈવેટ લિમિટેડની પાસેથી 469 Bales (લગભગ 126 MT) પૉલિએસ્ટર સ્ટેપલ રેશે જપ્ત કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત બંને યુનિટ પાસે પૉલિએસ્ટર સ્ટેપલ રેશેનું બીઆઈએસ લાઇસન્સ ન હતુ, વગર ISI માર્કના પૉલિએસ્ટર સ્ટેપલ રેશેનું ઉત્પાદન કરી શકાતું નથી. તેથી ઉપરોક્ત યુનિટમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી.

Bureau of Indian Standards raids unit manufacturing polyester staple fiber without ISI mark
રસાયણ અને ખાતર મંત્રાલયના ( Ministry of Chemicals and Fertilizers ) ઓર્ડર નંબર- CG-DL-E-03102022-239305 મુજબ તારીખ 29 સપ્ટેમ્બર 2022 ના રોજ જારી કરાયેલા પૉલિએસ્ટર સ્ટેપલ રેશે (ગુણવત્તા નિયંત્રણ) ઓર્ડર-2022 ના રોજ પૉલિએસ્ટર સ્ટેપલ રેશે આઈ એસ આઈ (ISI) માર્ક 03-04-2023 પછી ફરજિયાત બનાવવામાં આવ્યો છે. અર્થાત કોઈપણ ઉત્પાદક અથવા વેપારી વગર આઈ એસ આઈ માર્ક લગાવેલ પૉલિએસ્ટર સ્ટેપલ રેશેનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં આવું કરનારનાં વિરુધ્ધ ભારતીય માનક બ્યૂરો અધિનિયમ 2016ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા ૱ 2,૦૦,૦૦૦/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.

Bureau of Indian Standards raids unit manufacturing polyester staple fiber without ISI mark
આ સમાચાર પણ વાંચો: National Anti-Terrorism Day : આજે રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ, સુરતના અધિકારી-કર્મચારીઓએ આતંકવાદ વિરોધી શપથ લીધા
ઘણા બધા ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યૂરોના લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદનોનું ઉત્પાદન કરતા હોય છે. ભારતીય માનક બ્યૂરો સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરપિંડી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે ISI માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબધ દરોડા કરતી હોય છે. કોઈ પણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરો ના માનકચિહ્ન ના દુરપયોગ ની જાણકારી હોય અથવા ફરજીયાત પ્રમાણન ના હેઠળ આવતા ઉત્પાદનોનું ઉત્પાદન કરનારાઓ વિશે કોઈપણ પ્રકરની માહિતી હોય તો તે પ્રમુખ, ભારતીય માનક બ્યૂરો, સુરત શાખા કાર્યાલય, પ્રથમ માળ, દૂરસંચાર ભવન, કારીમાબાદ એડમીન બિલ્ડિંગ, ઘોડ દોડ રોડ, સુરત – 395001 ફોન નં. 0261 – 2990071 પર લખી શકે છે. ફરિયાદને subo-bis@bis.gov.in અથવા cmed@bis.gov.in પર ઈમેલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની સૂચના આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.