ગૃહ મંત્રાલયે CAAના કાર્યાન્વયન માટે નિયમોને તૈયાર કરી રહ્યું છે, તેણે લોકસભા કાયદા સમિતિ પાસેથી એપ્રિલ અને રાજ્યસભા સમિતિથી જુલાઈ સુધીનો સમય માંગ્યો છે.
કેન્દ્ર સરકારે સંસદમાં કહ્યું છે કે નાગરિકતા સંશોધન બિલ 2019ને કાર્યાન્વયનમાં 6 મહિના કે તેનાથી વધુ સમય લાગશે. આ ઉપરાંત નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC)ને સમગ્ર દેશમાં રોલ-આઉટ પર હજુ સુધી કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો.
આ ત્રીજી વાર છે જ્યારે ગૃહ મંત્રાલયે CAAના નિયમોને ફ્રેમ કરવા માટે વધુ સમય માંગ્યો છે.
