News Continuous Bureau | Mumbai
દેશમાં કોવિડ પ્રિકોશન વેક્સિનેશન ઝુંબેશ(Covid Precaution Vaccination Campaign) પૂરી થયા બાદ સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ(Citizenship Amendment Act) (CAA)ને અમલમાં લાવવાની જાહેરાત કેન્દ્રીય ગૃહ પ્રધાન(Union Home Minister) અમિત શાહે(Amit Shah) કરી છે.
અફઘાનિસ્તાન(Afghanistan), બાંગ્લાદેશ(Bangladesh) અને પાકિસ્તાનથી(Pakistan) આવેલા હિન્દુ(Hindu), શીખ(Sikh), બૌદ્ધ(Buddhist), જૈન(Jain), પારસી(Parsi) અને ખિશ્ર્ચન(Christian) સમાજના ગેરકાયદે રીતે સ્થળાંતરિત(Illegal Immigrant) થઈ આવેલા નાગરિકોને નાગરિકતા આપવા માટે સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA)ને અમલમાં લાવવામાં આવશે એવી માહિતી અમિત શાહે પશ્ચિમ બંગાળના(West Bengal) વિરોધીપક્ષ નેતા(Opposition leader) સુવેન્દુ અધિકારીને(Suvendu Adhikari) આપી હતી.
આ સમાચાર પણ વાંચો : PM મોદીએ બદલી નાખ્યા બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના DP- જુઓ શું રાખ્યું
પશ્ચિમ બંગાળના વિરોધીપક્ષ નેતા સુવેન્દુ અધિકારી મંગળવારે સંસદ ભવનમાં અમિત શાહને મળ્યા હતા. આ દરમિયાન તેમણે CAAને મુદ્દે ચર્ચા કરી હતી. એ દરમિયાન અમિત શાહે તેમને આશ્વાસન આપ્યું હતું કે કોવિડ વેક્સિનેશનના બુસ્ટર ડોઝની ઝુંબેશ પૂરી થયા બાદ કેન્દ્ર સરકાર લાંબા સમયથી પ્રલંબિત CAAની અમલબજવણી કરવાની છે..