Site icon

Railway Employees PLB: કેન્દ્રીય કેબિનેટની રેલવે કર્મચારીઓને દિવાળી ભેટ! અધધ આટલા કરોડમાં 78 દિવસની પીએલબીની ચુકવણીને આપી મંજૂરી.

Railway Employees PLB: કેબિનેટે રેલવે કર્મચારીઓને 78 દિવસ માટે પ્રોડક્શન લિંક્ડ બોનસ (PLB)ને મંજૂરી આપી અને તેની જાહેરાત કરી.

Cabinet approves and announces Production Linked Bonus (PLB) to railway employees for 78 days.

Cabinet approves and announces Production Linked Bonus (PLB) to railway employees for 78 days.

News Continuous Bureau | Mumbai 

Railway Employees PLB: રેલવે કર્મચારીઓની ઉત્કૃષ્ટ કામગીરીને માન આપીને, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 11,72,240 રેલવે કર્મચારીઓને રૂ. 2028.57 કરોડમાં 78 દિવસની પીએલબીની ચુકવણીને મંજૂરી આપી છે.  

Join Our WhatsApp Community

રેલવે સ્ટાફની ( Railway Employees ) વિવિધ શ્રેણીઓ જેમ કે ટ્રેક મેઇન્ટેનર્સ, લોકો પાઇલોટ્સ, ટ્રેન મેનેજર (ગાર્ડ), સ્ટેશન માસ્ટર્સ, સુપરવાઇઝર, ટેકનિશિયન, ટેકનિશિયન હેલ્પર્સ, પોઇન્ટ્સમેન, મિનિસ્ટ્રીયલ સ્ટાફ અને અન્ય ગ્રુપ એક્સસી સ્ટાફને આ રકમ ચૂકવવામાં આવશે. PLB ની ચુકવણી રેલવે કર્મચારીઓને રેલવેની કામગીરીમાં સુધારો કરવા માટે પ્રોત્સાહિત કરવા પ્રોત્સાહન તરીકે કાર્ય કરે છે.

Railway Employees PLB: 11.72 લાખ નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓને PLB રકમ ચૂકવવામાં આવી 

લાયક રેલવે કર્મચારીઓને PLB ની ચુકવણી દર વર્ષે દુર્ગા પૂજા/દશેરાની રજાઓ પહેલા કરવામાં આવે છે. આ વર્ષે પણ લગભગ 11.72 લાખ નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓને 78 દિવસના વેતનની સમકક્ષ PLB રકમ ચૂકવવામાં આવી રહી છે.

 78 દિવસ માટે લાયક રેલવે કર્મચારી દીઠ ચૂકવવાપાત્ર મહત્તમ રકમ રૂ.17,951/- છે. ઉપરોક્ત રકમ રેલવે સ્ટાફની ( Railway Staff ) વિવિધ શ્રેણીઓ જેમ કે ટ્રેક મેઇન્ટેનર્સ, લોકો પાઇલોટ્સ, ટ્રેન મેનેજર (ગાર્ડ), સ્ટેશન માસ્ટર્સ, સુપરવાઇઝર, ટેકનિશિયન, ટેક્નિશિયન હેલ્પર્સ, પોઇન્ટ્સમેન, મિનિસ્ટ્રીયલ સ્ટાફ અને અન્ય ગ્રુપ ‘C સ્ટાફને ચૂકવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  Amit Shah Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્રી મંત્રી અમિત શાહના હસ્તે થયું અમદાવાદમાં નવનિર્મિત પોલીસ કમિશનરની ઓફિસનું લોકાર્પણ, કર્યું આ પોર્ટલનું ઉદઘાટન.

વર્ષ 2023-2024માં રેલવેનું ( Indian Railways ) પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું. રેલવેએ 1588 મિલિયન ટનનો રેકોર્ડ કાર્ગો લોડ કર્યો અને લગભગ 6.7 બિલિયન મુસાફરોને વહન કર્યું.

આ રેકોર્ડ પ્રદર્શનમાં ઘણા પરિબળોનો ફાળો હતો. આમાં રેલવેમાં સરકાર ( Central Cabinet ) દ્વારા રેકોર્ડ કેપેક્સના ઇન્ફ્યુઝનને કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો, કામગીરીમાં કાર્યક્ષમતા અને બહેતર ટેકનોલોજી વગેરેનો સમાવેશ થાય છે.

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Tejas Mk1A: ભારતીય વાયુસેના માટે ગૌરવની ક્ષણ: તેજસ Mk1A ની પ્રથમ ઉડાન સફળ, સ્વદેશી ફાઇટર જેટની બોલબાલા
Tinsukia: આસામના તિનસુકિયામાં આર્મી કેમ્પ પર મોટો આતંકી હુમલો: ગોળીબારમાં આટલા જવાન થયા ઘાયલ
Bank Holidays: બેંક જતાં પહેલા ચેક કરો, 17થી 23 ઓક્ટોબરની વચ્ચે ક્યારે-ક્યારે છે રજા? જુઓ રાજ્યવાર બેંક રજાઓની સંપૂર્ણ યાદી
Bihar Elections 2025: નીતિશ કુમારના મુખ્યમંત્રી પદ પર સસ્પેન્સ: ભાજપના ‘ડબલ સિગ્નલ’થી બિહારની રાજનીતિમાં મોટી હલચલ
Exit mobile version