ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 9 ડિસેમ્બર 2021
ગુરુવાર.
પીએમ મોદીએ ૨૦૧૫ માં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના લોન્ચ કરી હતી. ગ્રામીણ આવાસ યોજનાના માધ્યમ દ્વારા ગ્રામીણ વિસ્તારના લોકોને ઘરના રીપેરિંગ અને ઘર બનાવવા આર્થિક સહાયતા અપાય છે. પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના હેઠળ સમતળ જમીન માટે ૧,૨૦,૦૦૦ અને પહાડી વિસ્તારો માટે ૧,૩૦,૦૦૦ની આર્થિક સહાયતા પૂરી પાડવામાં આવે છે. બુધવારે પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં સાપ્તાહિક કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી જેમાં મોદી સરકારે ગ્રામીણ આવાસ યોજના લંબાવી દીધી છે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાને ૨૦૨૪ સુધી લંબાવવાનો ર્નિણય કર્યો છે. કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજનાને (ગ્રામીણ) ૨૦૨૪ સુધી ચાલુ રાખવા માટે કેબિનેટે મંજૂરી આપી દીધી છે.
કોરોના દરમિયાન ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં વધી આર્થિક અસમાનતા, સામે આવ્યા આ આંકડા