Site icon

કેબિનેટે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાના નવેમ્બર સુધી વિસ્તરણને મંજૂરી આપી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

8 જુલાઈ 2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં 5 મહીના મફત અનાજ, પ્રવાસી મજુરોના ભાડા પર ઘર, જનરલ ઈંશ્યોરન્સ કંપનીમાં 12,750 કરોડ રૂપિયાનું રોકાણને લઈને નિર્ણયો કરવામાં આવ્યા. કેબિનેટ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની જાણકારી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, આ યોજનાનો ખર્ચ 1 લાખ 49 હજાર કરોડ રૂપિયા છે. આઝાદી બાદ પહેલીવાર એવું થઈ રહ્યું છે કે, 8 મહીના સુધી 81 કરોડ લોકોને ફ્રીમાં અનાજ મળી રહ્યું છે. વડાપ્રધાને ગત દિવસોમાં તેનો વિસ્તાર કરવાની જાહેરાત કરી. આજે મંત્રીમંડળે તેને લાગુ કરી. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર સુધી આ યોજના લાગુ રહેશે. જેમાં એક વ્યક્તને 5 કિલો ફ્રીમાં અનાજ મળશે.  વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગત 3 મહીનામાં 1 કરોડ 20 લાખ ટન અનાજ આપવામાં આવ્યું અને આવનારા દિવસોમાં 2 કરોડ 3 લાખ ટન અનાજ ફ્રીમાં આપવામાં આવશે. અન્ય એક નિર્ણય વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન આવાસ યોજના હેઠળ 107 શહેરોમાં 1 લાખ 8 હજાર નાના ઘર બનીને તૈયાર છે. તે ઘર પ્રવાસી મજુરોને ભાડે આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. સરકારના વધુ એક નિર્ણય વિશે તેમણે જણાવતા કહ્યું હતું કે, દેશમાં ત્રણ જનરલ ઈંશ્યોરન્સ કંપનીઓ છે. સરકાર તેમાં 12,750 કરોડ રૂપિયાનું રોકાણ કરશે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2ZJChci 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Natural Farming India: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૨ :સુરત જિલ્લો’
Siddaramaiah: કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ અઝીમ પ્રેમજી પાસેથી ઉધારમાં માંગ્યો એક રોડ, જાણો શું છે તેની પાછળ નું કારણ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Azam Khan: આઝમ ખાન જેલમાંથી મુક્ત, પુત્રો સાથે અહીં જવા થયા રવાના, સમર્થકો નો જમાવડો
Exit mobile version