News Continuous Bureau | Mumbai
Railway Employees: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ( Union Cabinet ) નાણાકીય વર્ષ 2022-23 માટે ટ્રેક મેન્ટેનન્સર, લોકો પાઇલટ્સ, ટ્રેન મેનેજર્સ (ગાર્ડ્સ), સ્ટેશન માસ્ટર્સ, સુપરવાઇઝર્સ, ટેકનિશિયન, ટેકનિશિયન હેલ્પર્સ, પોઇન્ટ્સમેન, મિનિસ્ટરિયલ સ્ટાફ અને ગ્રૂપ ‘સી’ સ્ટાફ (આરપીએફ/આરપીએસએફ કર્મચારીઓ સિવાય) તમામ પાત્રતા ધરાવતા નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓને ( Non-Gazetted Railway Employees ) 78 દિવસના વેતન જેટલું ઉત્પાદકતા સાથે જોડાયેલા બોનસ ( Bonus ) (પીએલબી)ને મંજૂરી ( approved ) આપી દીધી છે.
રેલવે કર્મચારીઓની આ ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવતાં કેન્દ્ર સરકારે ( Central Govt ) રેલવેનાં 11,07,346 કર્મચારીઓને રૂ. 1968.87 કરોડનાં પીએલબીની ( PLB ) ચુકવણીને મંજૂરી આપી છે. વર્ષ 2022-2023માં રેલવેનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું. રેલવેએ 1509 મિલિયન ટનનો વિક્રમી કાર્ગો લોડ કર્યો હતો અને આશરે 6.5 અબજ મુસાફરોનું વહન કર્યું હતું.
આ રેકોર્ડ પ્રદર્શનમાં ઘણા પરિબળોએ ફાળો આપ્યો છે. તેમાં રેલવેમાં સરકાર દ્વારા રેકોર્ડ કેપેક્સ ઉમેરવાને કારણે માળખાગત સુવિધામાં સુધારો, કામગીરીમાં કાર્યદક્ષતા અને વધુ સારી ટેકનોલોજી વગેરે સામેલ છે.
આ સમાચાર પણ વાંચો : Navratri: પ્રધાનમંત્રીએ નવરાત્રિના ચોથા દિવસે મા કુષ્માંડાને નમન કર્યા
પીએલબીની ચુકવણી રેલ્વે કર્મચારીઓને કામગીરીમાં વધુ સુધારણા તરફ કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે પ્રોત્સાહક તરીકે કામ કરશે.