Navodaya Vidyalaya: દેશનાં આવરી ન લેવાયેલાં જિલ્લાઓમાં 28 નવા નવોદય વિદ્યાલયોની સ્થાપને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી, જાણો કયા છે આ જિલ્લાઓ?

Navodaya Vidyalaya: મંત્રીમંડળે દેશનાં આવરી ન લેવાયેલાં જિલ્લાઓમાં 28 નવા નવોદય વિદ્યાલયોની સ્થાપના કરવા માટે મંજૂરી આપી

by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Navodaya Vidyalaya:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ નવોદય વિદ્યાલય યોજના (કેન્દ્રીય ક્ષેત્રની યોજના) હેઠળ દેશનાં આવરી ન લેવાયેલાં જિલ્લાઓમાં 28 નવોદય વિદ્યાલય (એનવી) સ્થાપિત કરવાની મંજૂરી આપી છે. આ 28 એનવીની સૂચિ જોડવામાં આવી છે.  

વર્ષ 2024-25થી 2028-29 સુધીનાં પાંચ વર્ષનાં ગાળામાં 28 એનવીની સ્થાપના માટે ભંડોળની કુલ અંદાજિત જરૂરિયાત રૂ. 2359.82 કરોડ છે. તેમાં રૂ. 1944.19 કરોડના મૂડીગત ખર્ચ ઘટક અને રૂ. 415.63 કરોડના કાર્યકારી ખર્ચનો સમાવેશ થાય છે.

પ્રોજેક્ટના ( Central Cabinet ) અમલીકરણ માટેના વહીવટી માળખામાં 560 વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે એક સંપૂર્ણ એનવી ચલાવવા માટે સમિતિ દ્વારા નિર્ધારિત ધારાધોરણોની સમકક્ષ જગ્યાઓ ઊભી કરવાની જરૂર પડશે. તેથી, 560 x 28 = 15680 વિદ્યાર્થીઓને લાભ થશે. પ્રચલિત ધારાધોરણો મુજબ, સંપૂર્ણ એનવી 47 વ્યક્તિઓને રોજગારી પૂરી પાડે છે અને તે મુજબ, મંજૂર થયેલા 28 નવોદય વિદ્યાલયો 1316 વ્યક્તિઓને સીધી કાયમી રોજગારી પૂરી પાડશે. શાળાનું માળખું ઊભું કરવા માટે બાંધકામ અને આનુષંગિક પ્રવૃત્તિઓથી ઘણાં કુશળ અને અકુશળ કામદારો માટે રોજગારીની તકો ઊભી થવાની શક્યતા છે. દરેક નવોદય વિદ્યાલય તેના રહેણાંક સ્વરૂપને કારણે સ્થાનિક વિક્રેતાઓને ખોરાક, ઉપભોક્તા ચીજવસ્તુઓ, ફર્નિચર, શિક્ષણ સામગ્રી વગેરે જેવી આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની તકો ઊભી કરશે તથા વાળંદ, દરજી મોચી, ઘરકામ અને સુરક્ષા સેવાઓ માટે માનવબળ વગેરે જેવા સ્થાનિક સેવા પ્રદાતાઓ માટે તકો ઊભી કરશે.

એનવી સંપૂર્ણપણે નિવાસી, સહ-શૈક્ષણિક શાળાઓ ( Co-educational schools ) છે, જે પ્રતિભાશાળી બાળકોને છઠ્ઠાથી બારમા ધોરણ સુધી સારી ગુણવત્તાનું આધુનિક શિક્ષણ પ્રદાન કરે છે, જે મુખ્યત્વે તેમના પરિવારની સામાજિક-આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના ગ્રામીણ વિસ્તારોમાંથી આવે છે. આ શાળાઓમાં સિલેક્શન ટેસ્ટના આધારે પ્રવેશ આપવામાં આવે છે.એનવીમાં દર વર્ષે લગભગ 49,640 વિદ્યાર્થીઓને છઠ્ઠા ધોરણમાં પ્રવેશ આપવામાં આવે છે.

અત્યાર સુધી, દેશભરમાં 661 મંજૂર કરાયેલી એનવી છે [જેમાં એસસી/એસટીની વસતિ વધારે પ્રમાણમાં ધરાવતા 20 જિલ્લાઓમાં બીજા એનવી અને 3 વિશેષ એનવી સામેલ છે]. તેમાંથી 653 એનવી કાર્યરત છે.

આ સમાચાર પણ વાંચો:  Mansukh Mandaviya: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ‘આ’ વેબિનારમાં યુવાનોને કર્યું સંબોધન, નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલનો ઉપયોગ કરવા કરી વિનંતી.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને અનુસરીને, લગભગ તમામ નવોદય વિદ્યાલયોને પીએમ શ્રી સ્કૂલ ( PM Shri School ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જે એનઇપી 2020ના અમલીકરણને પ્રદર્શિત કરે છે અને અન્ય લોકો માટે ઉદાહરણરૂપ શાળાઓ તરીકે કામ કરે છે. આ યોજનાની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે અને દર વર્ષે એનવીમાં છઠ્ઠા ધોરણમાં પ્રવેશ માટે અરજી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થયો છે. તાજેતરના વર્ષોમાં, નવોદય વિદ્યાલયોમાં છોકરીઓ (42 ટકા), તેમજ એસસી (24 ટકા), એસટી (20 ટકા) અને ઓબીસી (39 ટકા) બાળકોની નોંધણીમાં વધારો થયો છે, જેથી ગુણવત્તાયુક્ત શિક્ષણ તમામ માટે સુલભ બને તે સુનિશ્ચિત થયું છે.

સીબીએસઈ દ્વારા લેવામાં આવતી બોર્ડની પરીક્ષાઓમાં નવોદય વિદ્યાલયના ( Navodaya Vidyalaya ) વિદ્યાર્થીઓની કામગીરી તમામ શૈક્ષણિક વ્યવસ્થાઓમાં સતત શ્રેષ્ઠ રહી છે. એનવીના વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ, મેડિકલ સાયન્સ, સશસ્ત્ર દળો, સિવિલ સર્વિસીસ વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યા છે, જે શહેરી ભારતની શ્રેષ્ઠ પ્રતિભાઓની સમકક્ષ છે.

પરિશિષ્ટ

ક્રમ રાજ્યનું નામ જિલ્લાનું નામ જેમાં એનવી મંજૂર કરવામાં આવ્યા
   

 

 

અરુણાચલ પ્રદેશ

અપર સુબાન્સીરી
  ક્રાડાડી
  લેપા ટ્રેઈલ
  નીચું સિયાંગ
  લોહિત
  પાર્સલ- કેસાંગ
  શી-યોમી
  સિયાંગ
   

 

આસામ

સોનીતપુર
  ચારાઈડો
  હોજાઈ
  માજુલી
  દક્ષિણ સલમારા માનકાચર
  પશ્ચિમ કાર્બિયાન્ગલોંગ
   

 

મણિપુર

થોઉબલ
  કાંગપોકી
  નોઈલી
  કર્ણાટક બેલેરી
  મહારાષ્ટ્ર થાણે
   

 

 

 

 

 

તેલંગાણા

જગીટીઆલ
  નિઝામાબાદ
  કોથાગુડેમ ભદ્રદ્રી
  મેડચલ મલ્કાજગિરી
  મહાબુબનગર
  સંગારેડ્ડી
  સૂર્યપેટ
   

પશ્ચિમ બંગાળ

પૂર્વ બર્દવાન
  ઝારગ્રામ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો:  Pushpa 2 Allu arjun: પુષ્પા 2 ના પ્રીમિયર દરમિયાન નાસભાગ માં મૃત પામેલી મહિલા ના પરિવાર ને આર્થિક સહાય કરશે અલ્લુ અર્જુન, કરશે આટલા લાખ ની મદદ

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More