News Continuous Bureau | Mumbai
India- UAE : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ( Narendra Modi ) અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ( Union Cabinet ) આજે પ્રજાસત્તાક ભારત સરકાર અને સંયુક્ત આરબ અમીરાતની સરકાર વચ્ચે દ્વિપક્ષીય રોકાણ ( Bilateral investment ) સંધિ પર હસ્તાક્ષર કરવા અને તેને બહાલી આપવા માટે મંજૂરી આપી છે.
આ સંધિથી રોકાણકારો, ખાસ કરીને મોટા રોકાણકારોનો ( investors ) વિશ્વાસ વધશે તેવી અપેક્ષા છે, જેના પરિણામે વિદેશી રોકાણો ( Foreign investments ) અને ઓવરસીઝ ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ( ODI )ની તકોમાં વધારો થશે અને તેનાથી રોજગારીનાં સર્જન પર સકારાત્મક અસર થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai: શિંદે સરકાર દ્વારા મહાનગરપાલિકાની તિજોરીમાં અપ્રમાણિકતા.. શાસક પક્ષને આટલા કરોડનું ફંડ ફાળવ્યું, તો વિપક્ષના ધારાસભ્યોના ફંડ પર પ્રતિબંધઃ અહેવાલ
આ મંજૂરીથી ભારતમાં રોકાણમાં વધારો થવાની અપેક્ષા છે અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપીને, આયાત પરની નિર્ભરતામાં ઘટાડો કરીને, નિકાસમાં વધારો વગેરે દ્વારા ભારતનાં લક્ષ્યાંકને સાકાર કરવામાં મદદ મળશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.