India- UAE : મંત્રીમંડળે ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે દ્વિપક્ષીય રોકાણ સંધિ પર હસ્તાક્ષર અને બહાલીને મંજૂરી આપી

India- UAE : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે પ્રજાસત્તાક ભારત સરકાર અને સંયુક્ત આરબ અમીરાતની સરકાર વચ્ચે દ્વિપક્ષીય રોકાણ સંધિ પર હસ્તાક્ષર કરવા અને તેને બહાલી આપવા માટે મંજૂરી આપી છે.

by Hiral Meria
Cabinet approves signing and ratification of Bilateral Investment Treaty between India and United Arab Emirates

News Continuous Bureau | Mumbai 

India- UAE : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ( Narendra Modi ) અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ( Union Cabinet )  આજે પ્રજાસત્તાક ભારત સરકાર અને સંયુક્ત આરબ અમીરાતની સરકાર વચ્ચે દ્વિપક્ષીય રોકાણ ( Bilateral investment ) સંધિ પર હસ્તાક્ષર કરવા અને તેને બહાલી આપવા માટે મંજૂરી આપી છે.

આ સંધિથી રોકાણકારો, ખાસ કરીને મોટા રોકાણકારોનો ( investors ) વિશ્વાસ વધશે તેવી અપેક્ષા છે, જેના પરિણામે વિદેશી રોકાણો ( Foreign investments )  અને ઓવરસીઝ ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ( ODI )ની તકોમાં વધારો થશે અને તેનાથી રોજગારીનાં સર્જન પર સકારાત્મક અસર થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai: શિંદે સરકાર દ્વારા મહાનગરપાલિકાની તિજોરીમાં અપ્રમાણિકતા.. શાસક પક્ષને આટલા કરોડનું ફંડ ફાળવ્યું, તો વિપક્ષના ધારાસભ્યોના ફંડ પર પ્રતિબંધઃ અહેવાલ

આ મંજૂરીથી ભારતમાં રોકાણમાં વધારો થવાની અપેક્ષા છે અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપીને, આયાત પરની નિર્ભરતામાં ઘટાડો કરીને, નિકાસમાં વધારો વગેરે દ્વારા ભારતનાં લક્ષ્યાંકને સાકાર કરવામાં મદદ મળશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Join Our WhatsApp Community

You may also like