ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 16 ડિસેમ્બર 2021
ગુરુવાર
કેન્દ્રીય મંત્રી મંડળે ચૂંટણી સુધારાઓને લઈ એક મહત્વનો નિર્ણય લીધો છે.
બુધવારે એક બિલને મંજૂરી આપવામાં આવી છે જેમાં નકલી મતદાન અને વોટર લિસ્ટમાં પુનરાવર્તનને રોકવા માટે મતદાન પત્રને આધાર કાર્ડ સાથે જોડવામાં આવશે.
આ ઉપરાંત બિલમાં સર્વિસ વોટર્સ માટે ચૂંટણી કાયદાને 'જેન્ડર ન્યૂટ્રલ' પણ બનાવવામાં આવશે.
બિલમાં એવી જોગવાઈ પણ કરવામાં આવી છે કે, હવે એક વર્ષમાં 4 અલગ અલગ તારીખોએ યુવાનો મતદાતા તરીકે નોંધણી કરી શકશે.
હવે વર્ષમાં 4 વાર રજીસ્ટ્રેશન કરવાનો મોકો મળશે. જે પહેલી જાન્યુઆરી, પહેલી એપ્રિલ, પહેલી જુલાઈ તથા પહેલી ઓક્ટોબર સામલે કરી શકાય.
ઉલ્લેખનીય છે કે વર્તમાનમાં આ વ્યવસ્થા હતી કે એક જાન્યુઆરીએ કટ ઓફની તારીખ હોવાના કારણે મતદાતા યાદીથી અનેક યુવા વંચિત રહી જતા હતા. જેથી 2 તારીખે 18ના થનારા યુવાનો વોટર રજીસ્ટ્રેશન નહોંતા કરી શકતા.
ચાલાક ડ્રેગનને તેની જ ભાષામાં જવાબ આપશે ભારત, લદ્દાખ સરહદે સરકાર કરશે આ મોટું કામ; જાણો વિગતે