ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
16 જુલાઈ 2020
ચીનના ઇશારે ભારત સાથેના સંબંધોમાં ખટાશ લાવનાર નેપાળે આખરે નમતું મૂકવું પડ્યું છે. કેબલ ઓપરેટરોએ નેપાળ સરકારના ઈશારે ભારતની કેટલીક ચેનલો પર પ્રતિબંધો લગાવ્યા હતા. જે હવે ઉઠાવી લેવામાં આવ્યા છે. જેનું એક કારણ છે દર્શકો અને લોકોનો ભારે વિરોધ… દેશમાં વડાપ્રધાન ઓલીના ટીવી પ્રતિબંધ સામે ઉગ્ર રોષ જોયા બાદ નેપાળે આજ સવારથી ભારતીય ચેનલ નું પ્રસારણ ફરીથી શરૂ કર્યું છે. જોકે નેપાળના વડાપ્રધાન ઓલીની સરકાર તરફથી હજુ સુધી આ બાબતે કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ નેપાળના પીએમ કેપી શર્મા ઓલીએ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે. જેમ કે, "ભારત , નેપાળમાં સાંસ્કૃતિક અતિક્રમણ કરી રહ્યું છે" ત્યાર બાદ કહ્યું કે "ભગવાન રામ ભારતીય નહીં પરંતુ નેપાળી છે'' અને "ભારતમાં નકલી અયોધ્યા આવ્યું છે અસલી અયોધ્યા તો નેપાળમાં છે" આવા બયાનને કારણે પહેલેથી જ ઓલી વિરુદ્ધ નેપાળમાં પણ ખૂબ રોષ ભભૂકી રહ્યો છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com